ચૂંટણી પહેલા શાહીબાગના અસારવાબ્રિજ પાસેથી ૪૪૩ લીટર દેશી દારૂ ઝડપાયો

આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન લોકોને મતના બદલામાં કેટલીક લાલચો આપવામાં આવતી હોય છે, જેમાં દારૂની પણ વહેંચણી થતી હોય છે. જેથી તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ અને હેરફેર પર નજર રાખવા આદેશ અપાય છે.

શહેરના શાહીબાગમાં અસારવા વિસ્તારમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દૃેશી દૃારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ૪૪૩ લીટર દેશી દારૂ શાહીબાગ પોલીસે ઝડપી એક આરોપીની ધરપકડ કરી અને બુટલેગર કલ્પેશને ફરાર બતાવ્યો છે. શાહીબાગમાં દેશી દારૂની રેડ પોલીસ કમિશનરની સ્કવોડ પીસીબી દ્વારા કરવામા આવી હતી પરંતુ વહીવટદારના કહેવાથી પીસીબીએ આખી રેડ શાહીબાગ પોલીસના નામે બતાવી દીધી હતી.

પીસીબી પીઆઇ એચ કે સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે, અમારી ટીમ દૃરોડો પાડવા ગઈ હતી. જો કે શાહીબાગ પોલીસના બે પોલીસકર્મીઓ પણ હતા માટે તેઓએ રેડ બતાવી છે. શું પીસીબી રેડ કરવાની છે એવી માહિતી પહેલા શાહીબાગ પોલીસને મળી ગઈ હતી ? કે પછી શાહીબાગમાં રેડ બતાવાઈ એ સવાલ છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં અસારવાબ્રિજ પાસે ભીલવાસમાં ગોવજીના છાપરામાં રહેતાં કમલેશ ઉર્ફે કેસાજી ભીલ નામના શખસનો એક મકાનમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પકડ્યો હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસે નોંધી છે.

શાહીબાગ પોલીસની ફરિયાદ મુજબ શાહીબાગ પોલીસના પીએસઆઈ એસ.એ.દૃેસાઈ અને ટીમે ગોવજીના છાપરામાં રહેતાં કમલેશ ઉર્ફે કેસાજી ભીલ નામના શખસનો એક મકાનમાંથી ૪૪૩ લીટરદેશી દારૂનો જથ્થો ઝડપી અને તેના માણસ મગન રોત ત્યાં હાજર મળી આવતાં તેની ધરપકડ કરવામા કરી છે. કલ્પેશે આ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે આપ્યો હતો અને ૭૦૦૦ પગાર તેમજ જમવાનું આપે છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની ખબર નથી.