ગ્રીસ : જંગલોની આગ ૯મા દિવસે પણ જારી,૨૦નાં મોત

ગ્રીસ : જંગલોની આગ ૯મા દિવસે પણ જારી,૨૦નાં મોત
ગ્રીસ : જંગલોની આગ ૯મા દિવસે પણ જારી,૨૦નાં મોત
ગ્રીસમાં વરસાદ વરસાવનારા વિમાનો અને હેલિકોપ્ટરોના મોટા કાફલા તથા ૬૦૦થી વધુ ફાયરફાઇટર વાહનો સાથે યુરોપિયન દેશોના જવાનો સહિતના સુરક્ષાકર્મીઓ ત્રણ જંગલોેમાં લાગેલી આગ પર અંકુશ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દેશના ઉત્તર પૂર્વી વિસ્તારો અને એવરોસ અને એલક્ઝેન્ડ્રોપોલિસના જંગલોમાં લાગેલી વિકરાળ આગને કારણે ૨૦ લોકોનાં મોત થયા છે. આગ નવમા દિવસે પણ ચાલુ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આગ યુરોપિયન સંઘના કોઇ પણ દેશના જંગલમાં લાગેલી આગ પૈકીની સૌથી મોટી છે. આ દાવાનળે જંગલના એક મોટા વિસ્તારનો નાશ કર્યો છે. આ આગને કારણે એત્ક્ઝેન્ડ્રોપોલિસના બહાર આવેલા મકાનો પણ બળી ગયા છે.યુરોપિયન સંઘની કોપરનિકસ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના જણાવ્યા અનુસાર આગને કારણે જંગલની ૭૭૦૦૦ હેકટર જમીન નાશ પામી છે અને ૧૨૦ સક્રિય હોટસ્પોેટ બની ગયા છે.કોપરનિકસ યુરોપિયન સંઘનું અંતરિક્ષ કાર્યક્રમનું પૃથ્વી અવલોકન ઘટક છે તથા મેપિંગ ડેટા પ્રદાન કરવા માટે ઉપગ્રહ ચિત્રનો ઉપયોેગ કરે છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here