ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો ધમાલભર્યો પ્રારંભ

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો ધમાલભર્યો પ્રારંભ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો ધમાલભર્યો પ્રારંભ

વિપક્ષો દ્વારા સતત નારેબાજીથી રાજ્યપાલે પ્રવચન ટુંકાવ્યું: સ્પીકરે શોરબકોર વચ્ચે 15 મિનિટ સુધી ગૃહ મોકુફી જાહેર કરી

ડ્રગ્સ, પેપરલીક, કોરોના સહાય જેવા મુદ્દાઓ પર વિપક્ષનો ભારે દેકારો

આવતીકાલે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજુ થશે

કિસાનો, મહિલાઓ, શ્રમિકો, નાના-મોટા ધંધાર્થીઓ માટે અનેક નવી યોજનાનો ધોધ વ્હાવી દેવાય તેવી શક્યતા: નાણામંત્રી કનુ દેસાઈ અંદાજપત્ર રજુ કરશે

ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્રનો આજથી ખૂબ જ ધમાલભર્યો પ્રારંભ થયો છે અને વિરોધ પક્ષનાં સભ્યોએ બજેટ સત્ર શરૂ થતાં વેત વિવિધ મુદ્દાઓ પર ગગનભેદી સુત્રોચ્ચાર શરૂ કરી દેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રવચન ટૂંકાવી નાખવું પડ્યું હતું.

વિપક્ષી સભ્યોએ જબરો ઉહાપોહ બચાવી દેતા એક તબક્કે ગૃહની કાર્યવાહી થોડો સમય મુલત્વી રાખવી પડી હતી. ગોડસેની પૂજા બંધ કરો જેવા સુત્રો વિપક્ષી સભ્યોએ પોકાર્યા હતા. એટલું જ નહીં ડ્રગ્સ કાંડ અને પેપરલીક કૌભાંડ જેવા મુદ્દાઓ પર દેકારો મચાવી વિપક્ષોએ ગૃહમંત્રીનાં રાજીનામાંની જોરદાર માંગણી કરી હતી.

Read Saurashtra Kranti E-Paper here

રાજ્યપાલનું પરંપરાગત પ્રવચન શરૂ થયું ત્યાં જ વિપક્ષી સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો અને જોરદાર સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોરોના સહાય, ડ્રગ્સ કાંડ, પોલીસ કમિશનર તોડકાંડ અને પેપરલીક કૌભાંડ જેવા મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોએ જોરદાર શોરબકોર શરૂ કરી દીધો હતો. પરિણામે રાજ્યપાલને પ્રવચન ટૂંકાવવું પડ્યું હતું. સ્પીકરે 15 મિનીટ સુધી ગૃહ મોકુફી જાહેર કરવી પડી હતી.

સવારે બજેટ સત્રનાં પ્રારંભે દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલિ આપતો ઠરાવ થયો હતો. એ પછી રાજ્યપાલનું સંબોધન શરૂ થતા જ વિપક્ષી કોંગ્રેસનાં સભ્યોએ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમાં ધાંધલધમાલ કરી મૂકી હતી. પરિણામે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

આ રીતે ભારે હંગામા વચ્ચે બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આવતીકાલે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજુ કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી બજેટમાં કલ્યાણકારી યોજનાઓનો ઢગલો કરી દેવામાં આવે તેવી સરકારની રણનીતિ છે. અંદાજપત્રનું કદ 2.35 લાખ કરોડથી પણ વધુ હોય શકે છે. અંદાજપત્રનું સત્ર 31 માર્ચ સુધી ચાલશે.

Read About Weather here

31 માર્ચ સુધીમાં 14મી વિધાનસભાનાં 10માં સત્રની કુલ 25 બેઠકો મળશે. વિરોધ પક્ષોએ પણ અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. ગૃહમાં રાજ્યપાલનાં ભાષણ પર ચર્ચા થશે, એ માટે ત્રણ બેઠક યોજાશે. જયારે પુરક માંગણીઓ અને તેના પર ચર્ચા 4 બેઠકમાં કરાશે. અલગ- અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠક મળશે. વિવિધ ખરડાઓ અને સત્રની કામગીરી અંગે મનોમંથન માટે તથા વ્યૂહરચના માટે આજે બુધવારે બપોરે 3 કલાકે શાસક પક્ષની બેઠક મળી રહી છે.

સરકાર બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, શિક્ષણ, નાના ઉદ્યોગો, આરોગ્ય, રોજગારી વગેરે માટે અનેક આકર્ષક યોજનાઓ જાહેર કરી શકે છે. આજે સવારે રાજ્યપાલનાં સંબોધન બાદ શોક દર્શક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા હતા. ભારતરત્ન સ્વર કિન્નરી લતા મંગેશકરને ગૃહમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલ અને સાત પૂર્વ ધારાસભ્યને અંજલી આપતા શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. બાદમાં બેઠક મુલત્વી રાખવામાં આવી હતી. સવારથી જ ભારે તળાફળી બોલી જતા સત્રનો હંગામેદાર પ્રારંભ થયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here