ગુજરાતને 1.63 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન આપશે કેન્દ્ર સરકાર

ગુજરાત-Remdesivir Injection
ગુજરાત-Remdesivir Injection

કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને ૧,૬૩,૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો નિર્ણય કર્યો છે

ગુજરાતમાં કોરોના કેસોનો વધતાં રેમડેસિવિરની અછત સર્જાઈ છે. અને હાલ રેમડેસિવિર માટે કકળાટ ચાલી રહૃાો છે. આ વચ્ચે જ એક મોટા રાહતના સમાચાર સામે આવી રહૃાા છે. કેન્દ્રની મોદી સરકારે ગૂજરાતને ૧,૬૩,૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો નિર્ણય કર્યો છે. આગામી ૧૦ દિવસમાં ઈન્જેક્શનનો આ જથ્થો ગુજરાતને મળશે.

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં કોરોનાએ કહેર મચાવતાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગૂજરાતને આગામી ૧૦ દિવસ સુધી એટલે કે ૩૦ એપ્રિલ સુધી ૧,૬૩,૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન આપશે. અને તેમાંથી ૧,૨૦,૦૦૦ ઈન્જેક્શન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં ૧૯ રાજ્યમાં આગામી ૧૦ દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, ગૂજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થયો હોવાને કારણે રેમડેસિવિરની બૂમરાણ ઉઠી છે. લોકો ઈન્જેક્શન ખરીદવા માટે રઝળપાટ કરી રહૃાા છે. એટલું જ નહીં પણ ઊંચી કિંમત આપીને કાળાબજારીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવામાં આવી રહૃાા છે. તેવામાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક ગૂજરાતીઓને રાહત મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here