ઓક્સિજનની તંગી દૂર કરવા વાયુ સેનાની મદદ લેવાશે

ઓક્સિજન
ઓક્સિજન

ઓક્સિજન ઉપલબ્ધ છે પરંતુ તેને લઈ જવા માટે વપરાતા કન્ટેનર્સની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશન એક મોટી સમસ્યા છે

દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ અન્ય દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુ સેનાની મદદ લઈ શકે છે. સરકાર વિદેશથી કન્ટેનર્સ લાવવા માટે ભારતીય વાયુ સેનાના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે. આ સંજોગોમાં દેશમાં ઓકસીજન સપ્લાય પૂરો પાડવા કન્ટેનર્સ લાવવા વાયુ સેનાનો ઉપયોગ થઈ શકે છે.

Subscribe Saurashtra Kranti here

જાણવા મળ્યા મુજબ ઓકસીજન ઉપલબ્ધ છે પરંતુ તેને લઈ જવા માટે વપરાતા કન્ટેનર્સની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશન એક મોટી સમસ્યા છે. આ સંજોગોમાં વાયુ સેનાની મદદથી કન્ટેનર્સને વિદેશથી લાવવામાં આવશે. ભારતીય વાયુ સેનાએ કોરોના સંકટ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી ઓકસીજન કન્ટેનર, સિલિન્ડર, દવા, હેલ્થ ઉપકરણ વગેરેના સપ્લાયમાં મદદ કરી છે.

Read About Weather here

દિલ્હીના કોવિડ કેન્દ્રો માટે બેંગલુરૂથી DRDOના ઓકસીજન કન્ટેનર્સને પણ એરલિટ કરવામાં આવ્યા છે. DRDO પણ હોસ્પિટલ વગેરેના નિર્માણમાં સહયોગ આપી રહૃાું છે. દિલ્હીમાં ઓકસીજનની ભારે માંગ છે અને અનેક હોસ્પિટલમાં ઓકસીજનની તંગી દેખાઈ રહી છે. હાલ કેન્દ્રએ દિલ્હી માટે ઓકસીજનનો ક્વોટા વધારી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here