ગાંધી જયંતિ નિમિતે બાળકો માટે ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ:સાંજે ગાંધી ધૂન પણ યોજાશે 

ગાંધી જયંતિ નિમિતે બાળકો માટે ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ:સાંજે ગાંધી ધૂન પણ યોજાશે 
ગાંધી જયંતિ નિમિતે બાળકો માટે ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ:સાંજે ગાંધી ધૂન પણ યોજાશે 
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  ગાંધી જયંતિ નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે ગાંધી ધૂન કાર્યક્રમ યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાંગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. આ મ્યુઝીયમનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.01/10/2018ના રોજ મુલાકાત માટે ખુલ્લુ મુકવામાં આવેલ.મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મ્યુઝીયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવેલ છે જેમાં, ટીકીટ વિન્ડો, કલોકરૂમ, મુલાકાત માટે ગાઈડની સુવિધા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ગાર્ડન, લાયબ્રેરી, વી.આઈ.પી.લોંજ, કોન્ફરન્સ રૂમ, એક્ઝીબીશન હોલ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત દરરોજ રાત્રે 7 કલાકે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરવામાં આવે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર 2 જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત 2-જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવારે  સાંજે 5:45 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જવાહર રોડ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Read Saurashtra Kranti E-Paper here

ગાંધી ધૂન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાસંદ  મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર ડો.સૌરભ પારધી,  સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, અશ્વિનભાઈ મોલિયાવગેરે ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શો, જીવનચરિત્રો, મુલ્યોથી અવગત થવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા શહેરીજનોને ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લેવાતેમજસાંજે 05:45 કલાકે યોજાનાર ગાંધી ધૂન કાર્યક્રમમાં પણ જોડાવા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here