સમૃધ્ધ ગણાતુ ગુજરાત ગરીબીમાં 13માં ક્રમે

સમૃધ્ધ ગણાતુ ગુજરાત ગરીબીમાં 13માં ક્રમે
સમૃધ્ધ ગણાતુ ગુજરાત ગરીબીમાં 13માં ક્રમે

નીતિ આયોગનો ચોકાવી દેનારો અહેવાલ: દેશમાં સૌથી સુખી રાજય દક્ષિણનું કેરળ

બિહાર બાદ ઝારખંડ જે ત્યાં 42.16 ટકા લોકો ગરીબ છે. ત્રીજા ક્રમે યુપી છે ત્યાં 37.79 ટકા વસ્તી ગરીબ છે. ચોથા ક્રમે મ.પ્રદેશ છે ત્યાં 36.65 ટકા વસ્તી ગરીબ છે. કેરળ આ મામલે સૌથી સારૃ છે ત્યાં માત્ર 0.71 ટકા લોકો જ ગરીબ છે. જ્યારે ગુજરાતમાં 18 ટકા લોકો ગરીબ છે. સૌથી વધુ ડાંગમાં છે. દેશના સૌ પ્રથમ મલ્ટીડાયમેન્શન પ્રોવર્ટી ઇન્ડેક્ષને નીતિ આયોગે જારી કરેલ છે. જે અંતર્ગત બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. ત્યાંની 51.91 ટકા વસ્તી ગરીબ છે.

નીતિ આયોગે નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઇન્ડેકસ (MPI) એટલે કે રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક જાહેર કર્યો છે જે મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના 18.60 ટકા એટલે કે 1.12 કરોડ લોકો ગરીબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજયો કરતાં પણ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. નીતિ આયોગના ઇન્ડેકસ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજય છે જયાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જયાં 41.16 ટકા લોકો ગરીબ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

બીજા ક્રમે દાહોદ છે. જયારે અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછી ગરીબી છે. આ ઇન્ડેકસ તૈયાર કરવા માટે લોકોના આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ સૂચકાંક પ્રમાણે ગુજરાત 13માં સ્થાને છે જયારે બિહાર દેશનું સૌથી ગરીબ રાજય છે જયાં 51.91% વસ્તી ગરીબ છે. બીજા સ્થાને ઝારખંડ 42.16 ટકા, ત્રીજા સ્થાને ઉતર પ્રદેશ 37.79 ટકા, ચોથા સ્થાને મધ્ય પ્રદેશ 36.65 ટકા, પાંચમા સ્થાને મેઘાલય જયાં 32.67 ટકા લોકો ગરીબ છે.

રાજયમાં 14.77 ટકા એટલે કે 89.18 લાખ એવા પરિવાર હતા જયાં ગર્ભવતી મહિલાઓએ એકવાર પણ જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપચાર કે રસી નથી લીધી. 41.37 ટકા એટલે કે 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક પણ ઉપલબ્ધ નથી. છેલ્લા પાંચ વર્ષમાં રાજયની કુલ વસ્તીના 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરમાં થયા હતા.

ગુજરાત દેશનું સૌથી સમૃધ્ઘ રાજયમાં એક ગણાય છે તેમ છતાં અહી કુલ વસ્તીની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવી રહી છે. ગુજરાત વિકાસ મોડલ નામનો તો તમે ખૂબ સાંભળ્યુ હશે પણ કેટલો વિકાસ થયો છે તે આ આંકડાઓ કઇંક હદ સુધી બતાવે છે. રાજયમાં ગરીબીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવાં રાજયો કરતાં પણ વધારે છે.

Read About Weather here

નીતિ આયોગનાં ઇન્ડેકસ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજય છે જયાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જયાં 41.16 ટકા લોકો ગરીબ છે. વળી રાજયમાં 18.60 ટકા લોકો ગરીબી હોવાનુ કારણ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે. આ ઇન્ડેકસ મુજબ રાજયમાં 2.49 કરોડ લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વધુ 6,051 પરિવારોનો BPL પરિવારમાં ઉમેરો થયો છે.

છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત 31.39 લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા.

ઉલ્લેખનીય છે કે નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજય બિહાર છે. જયારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. જયારે ઝારખંડમાં 41.26 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ખરેખરમાં મૌોટો આંકડો છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here