ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા:કાપણી સમયે જ માવઠુ,વાવેતર-પાક ઢળી પડયા

ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા:કાપણી સમયે જ માવઠુ,વાવેતર-પાક ઢળી પડયા
ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા:કાપણી સમયે જ માવઠુ,વાવેતર-પાક ઢળી પડયા
રાજયમાં કમોસમી વરસાદની આગાહી વચ્‍ચે રાજયના વિવિધ વિસ્‍તારોમાં વરસાદ ખાબક્‍યો છે. ભાવનગર, વલસાડ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, બનાસકાંઠામાં પવન સાથે કમોસમી મૂસીબત ભર્યો વરસાદ વરસ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના વરલ ગામે ભારે વરસાદ વરસ્‍યો છે. જેના પગલે ઘઉં, ડુંગળી, બાજરીના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છેડાંગરના તૈયાર પાકની કાપણી સમયે કમોસમી વરસાદ થતાં પાક નુકસાની ભીંતિ છે.વાંકાનેરમાં કરા સાથે વરસાદથી મોટું નુકસાન થયું છે. વઘાસિયા ટોલનાકા પાસેની સિરામિક કારખાનામાં પર કરા પડતા નુકસાન થયું છે. કારખાના પર કરા સાથે વરસાદ પડતા શેડમાં નુકસાન પહોંચ્‍યું છે. વરસાદના લીધે સિરામિક કારખાનામાં કામ બંધ કરવામાં આવ્‍યું છેવરસાદ થતા જીરુ, એરંડા, રાયડા સહિતના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે. જો કે આજે સવારથી પણ ચોમાસા જેવો માહોલ યથાવત રહ્યો છે. આમ છતાં વરસાદ ક્‍યાંય નોંધાયો નથી.

આજે પણ મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. સૌરાષ્‍ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગરના અમુક વિસ્‍તારોમાં ભારે તો અમુક વિસ્‍તારોમાં છુટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્‍તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પાલનપુર, મહેસાણા, રાધનપુર, અંબાજી, હિંમતનગર, મોડાસા, વિરમગામ, અમદાવાદ સહિત જુદા-જુદા વિસ્‍તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ – નવસારી જિલ્લામાં વરસાદ પડી શકે તેમ છે. વજુભાઇ બારૈયા (ગામ વાસીયાળી તાલુકો સાવરકુંડલા) એ આગાહી કરતા જણાવ્‍યું છે.ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે રાજયના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો અને તેમાં કેટલાંક ભાગોમાં તો ગાજવીજ, વિજળીના કડાકાભડાકા, તેજ પવન તથા મસમોટા કરા સાથે વરસાદ થતા ખેતરોના ઉભા વાવેતર-પાક આ વરસાદી માર ઝીલી શકયા ન હતા. સંખ્યાબંધ ગ્રામ્યસ્તરોએ ખેતરોમાં જાણે કે કરાની ચાદર પથરાઈ ગઈ હતી અને તેમાં ઉભા વાવેતર ઢળી પડયા હતા.

Read National News : Click Here

કૃષિક્ષેત્રના જાણકારોએ કહ્યું કે ખરિફ પાક લેવાઈ ગયા બાદ ખેડુતોએ રવિ વાવેતર શરૂ કરી દીધુ હતું. રાજયમાં અર્ધો અર્ધ ભાગોમાં રવિ-શિયાળુ વાવેતર પૂર્ણ થઈ ગયુ હતું. ઘઉં, ચણા, તુવેર, જુવાર, બાજરો સહિતના કૃષિપાકના વાવેતર થયા હતા. માવઠાની વધુ તીવ્રતા ધરાવતા વિસ્તારોમાં પાક ઢળી પડયા હતા.જાણકારોએ એમ પણ કહ્યું કે, વિસ્તારોમાં વાવેતર-પાક સલામત છે છતાં ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી નુકશાની શકય છે. વાતાવરણ હજુ વાદળીયુ રહેવાના સંજોગોમાં જીવાત-રોગનો ઉપદ્રવ શકય છે અને તેને કારણે પણ પાકને નુકશાન થઈ શકે છે.

રાજયના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, જુનાગઢ, સુરત, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં તેજ પવન અને વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબકયો હતો એટલે નુકશાની વધુ રહેવાની આશંકા છે.કૃષિ નિષ્ણાંતોએ એમ કહ્યું હતું કે વાતાવરણ હજુ વાદળીયુ જ રહેવાના સંજોગોમાં પાકને નુકશાન વધી શકે છે. રોગનો ખતરો ઉભો થશે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘઉં, ચણા, બાજરી, જુવાર જેવા રવિ વાવેતરને નુકશાન છે જ ઉપરાંત ડાંગરમાં કાપણીના સમયે જ માવઠાથી ફટકો મોટો છે. આ જ રીતે ચીકુ જેવા ફ્રુટ તથા શાકભાજીના પાકને પણ મોટા ફટકો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here