ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે…

ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વરસાદને કારણે વાવણી માટે રાહ જોવી પડશે...
ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વરસાદને કારણે વાવણી માટે રાહ જોવી પડશે...

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી નું અનુમાન વ્યક્ત કરાયુ છે.રાજ્યમાં ચોમાસું તો બેસી ગયુ છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારો હાલ વરસાદની રાહ જોઇને બેઠા છે. મોટાભાગના વિસ્તારો હજુ કાળઝાળ ગરમીમાં તપી રહ્યા છે.ખેડૂતોના મનમાં સવાલ છે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે,

ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે… વાવણી

ચોમાસું પડ્યું નબળું
ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે. જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે.

ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે… વાવણી

અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યાથવત
જોકે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રીનું અનુમાન વ્યક્ત કરાયુ છે.તો વરસાદમાં આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર,સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી, દમન, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર,બોટાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.

ખેડૂતો માટે માઠા સમાચાર / ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે… વાવણી

વાવણી લાયક વરસાદ ક્યારે વરસશે ?
જો વર્તમાન સ્થિતિ જોઇએ તો 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે.પરંતુ આ અંગે પણ વધુ સટીકતાથી કહેવું હાલની સ્થિતિમાં મુશ્કેલ જણાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here