ખેડૂતોનું સમર્થન કરતા પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણાઓ પર આઇટીના દરોડા

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ઈક્ધમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહ આ વાતની ટીકા કરતા કહૃાું કે આ આંદૃોલન કરી રહેલા ખેડૂતોને સપોર્ટ કરી રહેલા આઢતિયાઓને ડરાવવા અને ધમકાવવાની કેન્દ્રની ચાલ છે. તેમણે ચેતવણી આપી છે કે આ રીતેથી કેન્દ્રની વિરુદ્ધનો લોકોનો રોષ વધશે.

મુખ્યમંત્રી અમિંરદર સિંહ કહૃાું કે કેન્દ્ર તરફથી પંજાબના કેટલાક આઢતિયાઓની વિરુદ્ધ ઈક્ધમ ટેક્સની રેડ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે. જેથી આઢતિયાઓ પર દબાણ કરી શકાય. તેમણે કહૃાું કે આવી દમનકારી નીતિયો સત્તાધારી ભાજપને ઉલટી પડશે.

મુખ્યમંત્રીએ કહૃાું કે એ વાત સ્પષ્ટ છે કે કૃષિ કાયદૃાની વિરુદ્ધ લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મનાવવા, ગુમરાહ કરવા અને વહેંચવામાં અસફળ રહૃાાં પછી કેન્દ્ર સરકારે હવે સંઘર્ષને નબળો કરવા માટે અઢિતિયાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સક્રિયતાથી ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહૃાાં છે.

કેપ્ટને કહૃાું કે પંજાબના ઘણાં મોટા અઢતિયાઓના ઠેકાણ પર નોટિસ આપ્યાના ચાર દિૃવસની અંદૃર જ આ કાર્યવાહી કરવામાં આવી. તેમની નોટિસના જવાબની પણ રાહ જોવામાં આવી નથી. તેમણે કહૃાું કે આ કાર્યવાહી જ બતાવે છે કે તેમણે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. એટલે સુધી કે સ્થાનિક પોલીસને પણ માહિતી અપાઈ નથી. જેને સામાન્ય વિધી ગણવામાં આવે છે. આઈટીની રેડ દરમિયાન સુરક્ષા આપવા માટે સીઆરપીએફની સહાયતા લેવામાં આવી. મુખ્યમંત્રીએ પૂછ્યુ કે આ બદૃલાખોરીના રાજકારણનો મામલો નહિ તો પછી શું છે ?