ખેડામાં ચા બનાવવાનું કહેતા પત્નીનો પારો છટક્યો : દંપતિનો ચાનો ઝગડો હોસ્પિટલના ખાટલે પહોંચ્યો

ખેડામાં ચા બનાવવાનું કહેતા પત્નીનો પારો છટક્યો : દંપતિનો ચાનો ઝગડો હોસ્પિટલના ખાટલે પહોંચ્યો
ખેડામાં ચા બનાવવાનું કહેતા પત્નીનો પારો છટક્યો : દંપતિનો ચાનો ઝગડો હોસ્પિટલના ખાટલે પહોંચ્યો
ખેડાના નાયકા ગામે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચી જતાં મામલો નાજુક મોડ પર આવી ગયો છે. જેમાં ચા બનાવવા બાબતે થયેલા ઝઘડા મામલે પત્નીએ ખાર રાખ્યો અને ચા ન આપી બાદમાં પાણી માંગતા એસીડ ભરેલી બોટલ આપી દેતાં પતિએ પાણી સમજી બે ઘુંટ મારતા પતિની હાલત બગડી હતી. હાલ પતિને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ બનાવ મામલે પતિએ પોતાની પત્ની સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડા તાલુકાના નાયકા ગામે રહેતા 24 વર્ષિય પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈ ભાઈલાલભાઈ પરમાર પોતાની‌ માતા, પત્ની અને બહેન સાથે રહે છે. પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈ નજીક આવેલ ઓએનજીસીમા સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. તેમના લગ્ન એક વર્ષ અગાઉ થયા હતા. પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈ નાઈટશીપમા નોકરી કરતા હોય ગત 28મી જુલાઈએ સવારે તેઓ નોકરી પૂર્ણ કરી પોતાની સાથે દૂધની થેલી લઈને અરમાન સાથે ઘરે આવ્યા હતા.

થાકેલા પાકેલા પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈએ પોતાની પત્ની નયનાબેનને ચા બનાવવાનું કહેતા તેણીએ ચા બનાવી આપી ન હતી. આ બાબતે ઝઘડો થતાં પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખાટલામાં સુતા હતા ત્યારે નયનાબેન ધસી આવી છાતી પર બેસી મારમારવા લાગ્યા હતા. બાદમાં મામલો શાંત પડતા પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈ સુઈ ગયા હતા. સાંજના 5 વાગ્યાની આસપાસ ઉઠતા પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈએ પોતાની પત્ની પાસે પીવાનું પાણી માંગતા આ નયનાબેને પાણીની બોટલ આપેલ હતી. જેમાં પાણી નહીં પણ એસીડ હતું.

Read About Weather here

પાણી સમજી પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈએ બે ઘૂંટ મારતા એસીડ હોવાની જાણ થતાં તેઓએ મો માંથી આ પ્રવાહી કાઢી દીધુ હતું. પણ આમ છતા શરીરમાં એસીડ જતુ રહેતા તેઓની સ્થિતિ કથડી હતી. આથી પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈને તુરંત બારેજાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ સંપૂર્ણ ભાનમાં હોવાથી પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુભાઈએ પોતાની પત્ની નયનાબેન સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here