ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું

ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું
ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું

ભીષણ ગરમી હીટવેવ બાદ હવે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે છતાં હજુ સમગ્ર રાજયમાં ચોમાસાનો પ્રવેશ થયો નથી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક આવી ગયુ હોવાથી હવે ગમે ત્યારે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લઈ લે તેવા નિર્દેશ સાંપડયા છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે નૈઋત્ય ચોમાસુ ગઈકાલે જ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ગયુ હતું અને વલસાડથી પણ આગળ વધીને નવસારી સુધી પહોંચી ગયું છે. આજે ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં વધુ આગળ વધ્યુ છે જયારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાની નજીકના વિસ્તારોની પાસે આવી ગયું છે. સૌરાષ્ટ્રના કાંઠાળ ભાગોમાં હવે ગમે ત્યારે ચોમાસાનો પ્રવેશ થઈ જવાની શકયતા છે.

ખુશીના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું ચોમાસું

હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે ચોમાસુ ઉતરીય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યુ છે. ઉપરાંત મહારાષ્ટ્ર તથા તેલંગાણાના અન્ય ભાગોમાં પણ પહોંચ્યુ છે. ચોમાસુ રેખા નવસારી, જલગાવ, આકોલા, ઉકમા થઈને ઈસ્લામપુર પહોંચી રહ્યું છે. ઉતર ગુજરાત તથા તેને લાગુ દક્ષિણ રાજસ્થાન પર 3.1 કી.મી.ના લેવલે સાયકલોનીક સરકયુલેશન પણ સર્જાયુ છે. ઉપરાંત 3.1 અને 5.8 કી.મી.ના લેવલે સીયર ઝોન પણ રચાયુ છે.

નૈત્રત્ય ચોમાસુ ગુજરાતમાં આગળ ધપવા સાથે રાજયના 15 જીલ્લાઓમાં વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જીલ્લાઓમાં હળવાથી વ્યાપક વરસાદ થવાની શકયતા દર્શાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here