કોરોના સંક્રમણ અટકાવવા સુરતમાં કાપડ માર્કેટ દ્વારા બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન

કોરોના
કોરોના

શનિ-રવિ બે દિવસ માર્કેટ બંધ રાખી વેપારીઓ કામથી અળંગા રહ્યા

ડાયમંડ માર્કેટમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ નોંધનીય રીતે વધી રહ્યું છે

Subscribe Saurashtra Kranti here

કોરોના સંક્રમણના ફેલાવા વચ્ચે હવે લોકો પાસે જાણે એક જ માર્ગ સ્વયંભૂ શિસ્તનું પાલન કરવાનો જ રહ્યો છે. આખુ શહેર મુશ્કેલીમાં મૂકાયું છે, ત્યારે લોકો સરકારની ગાઇડ લાઇનનો પાલન કરે તે ખૂબ જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે. ઔદ્યોગિક નગરી સુરત ટેકસ્ટાઇલ અને ડાયમંડ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી અને તે સફળ થતું દેખાઈ રહ્યું છે.હીરા બજાર અને કાપડ માર્કેટમાં લોકો સ્વયંભૂ કામકાજથી અળગા રહ્યા છે. સાથે જ અગ્રણીઓ દ્વારા શનિ-રવિ માર્કેટ બંધ રાખવાના નિર્ણયને સજ્જડ પ્રતિસાદ આપી રહ્યાં છે.

સુરત ઔદ્યોગિક શહેર છે. તે સ્વાભાવિક રીતે જ અહીં લોકોની અવરજવર અન્ય શહેરોની સરખામણીએ ખૂબ વધારે છે. છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણના ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સંક્રમિત વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ફેક્ટરીઓનો વિસ્તાર જોવા મળ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતા પોતાની રીતે જ મહત્વના નિર્ણયો લેવાનું વિચાર્યું હતું.વહીવટી તંત્ર તેની રીતે કામ કરી રહ્યું છે. પરંતુ પોતાની નૈતિક જવાબદારી સમજીને વેપારી એસોસિયેશનો આગળ આવીને સ્વયંભૂ બંધ પાળ્યું છે. ડાયમંડ ઉદ્યોગને પણ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાવાની જાહેરાત કરી હતી. આજે વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના તમામ વિસ્તારોના મુખ્ય ડાયમંડ ફેક્ટરીઓ અને ડાયમંડ માર્કેટ ચુસ્તપણે સ્વયંભૂ લોકડાઉન પાલન કર્યું છે. રોજના લાખોની સંખ્યામાં અવરજવર કરતા વેપારીઓ અને દલાલો આજે દેખાયા ન હતા.

ડાયમંડ માર્કેટમાં પણ સંક્રમણનું પ્રમાણ નોંધનીય રીતે વધી રહ્યું છે. જે શહેર માટે ચિંતાનો વિષય બન્યો છે. સંક્રમણની ચેઈમ તોડવા માટે ડાયમંડ વેપારીઓએ ગંભીરતાપૂર્વક વિચારીને સ્વયંભૂ લોકડાઉન કર્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના સવારના દ્રશ્ય જોતા સ્પષ્ટ દેખાતું હતું કે, વેપારીઓએ શિસ્તબદ્ધ રીતે સફળતાપૂર્વક સ્વયંભૂ લોકડાઉન પાલન કર્યું છે.

Read About Weather here

માર્કેટના તમામ વ્યવહારો આજના દિવસે બંધ રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટના ગેટ ઉપર પાર્સલના ખડકલા જોવા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, સ્વયંભૂ લોકડાઉન સફળતાપૂર્વક પાલન થયું છે. સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની તમામ વેપારી એસોસિયેશનો છેલ્લા ઘણા દિવસથી વર્ચ્યુઅલ બેઠકો કરીને પણ એકબીજાનો સંપર્ક કર્યો હતો. શહેરની સ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ એસોસિયેશન દ્વારા બે દિવસ પહેલાં જ નક્કી કર્યો હતો કે, શહેરના ઔદ્યોગિક એકમોને બંધ કરવા જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉનનું પાલન અતિઆવશ્યક જણાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here