કુંભમાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત

કુંભમાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત
કુંભમાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત

હરિદ્વારથી પરત આવનારા 300થી વધુ લોકોના ટેસ્ટિંગ કરાયા; 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા

Subscribe Saurashtra Kranti here

હરિદ્વારના કુંભમેળામાંથી સુરતમાં આવનારા યાત્રીઓના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. હરિદ્વારથી છેલ્લા પંદર-વીસ દિવસ દરમિયાન 300થી વધુ યાત્રી આવ્યા છે; તેમાં 13 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. કુંભમેળામાંથી આવનારાના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી હોમ ક્વોરન્ટીન રહેવા પાલિકા કમિશનરે સૂચના આપી છે. હજી કુંભમેળામાંથી સુરતમાં અવરજવર ચાલુ જ છે. માઘ પૂર્ણિમા 27 ફેબ્રુઆરીથી કુંભમેળાની શરૂઆત થઇ ગઇ હતી. કુંભમેળો બે મહિના ચાલશે. 27 એપ્રિલ સુધી ચાલનારા કુંભમેળામાં બે શાહી સ્નાન પૂરા થઈ ગયા છે. દર વર્ષની જેમ કુંભમેળામાં આવનજાવન શરૂ થઈ છે, ત્યારે હરિદ્વાર ખાતેથી પરત આવનારાના વાલક સહિતના ટોલનાકાઓ પરથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

પાલિકાએ બહારગામથી આવનારાઓ માટે તૈયારીઓ કરી છે અને ટેસ્ટિંગ વધાર્યા છે. ખાસ કરીને બહારગામથી આવનારાના ટેસ્ટિંગમાં સરથાણા, પુણા, અમરોલી, કતારગામ, અડાજણ, ઉધના, અઠવા સહિતના વિસ્તારોમાંથી વધુ લોકો છે. તેમાં 300થી વધુ લોકો સમયાંતરે હરિદ્વાર કુંભમેળાથી આવ્યા હોવાનો અંદાજ છે અને ટેસ્ટિંગ જારી છે; તેમાં અત્યારસુધીમાં 13 લોકો પોઝિટિવ આવ્યા હોય છે. કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સૂચિત કરાયા છે.

બીજી તરફ, અધિકારીઓ કહે છે કે તમામ ટોલનાકાઓ પર સર્વેલન્સ સ્ટાફ, ધનવંતરી રથ પણ ટેસ્ટિંગ કરે છે, પરંતુ બહારગામથી આવનારા લોકો સહકાર આપતા નથી. વિદેશથી આવ્યા હોય તોપણ કહેતા નથી. હરિદ્વાર કુંભમેળા સહિતનાં ધર્મિક સ્થાનો પરથી આવતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે આવાં ભીડભાડવાળાં સ્થાનો પર ટ્રાવેલિંગ નહીં કરવા અપીલ કરવામાં આવી છે તથા આવા ટ્રાવેલર્સની સર્વેલન્સમાં ચકાસી તેમના આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી હોમ કોરન્ટીન રાખવા માટે કમિશનરે સૂચના આપી છે.

Read About Weather here

મહત્ત્વનું છે કે હરવાફરવાના શોખીન સુરતીલાલાઓ હાલની સ્થિતિમાં ધાર્મિક સ્થાનો પર ટ્રાવેલિંગ વધુ કરી રહ્યા છે. આવા પરત ફરનારા લોકોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. તેમને હિસ્ટ્રી પૂછવામાં આવતાં કુંભમેળામાં કે અન્ય ધાર્મિક તીર્થ સ્થાનો પરથી આવતા હોવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે કમિશનરે કોરોના ગંભીર સ્થિતિ સર્જી છે ત્યારે ટ્રાવેલિંગ કરવાનું ટાળવા અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here