કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, કાલે ગુજરાતમાં રસીકરણ બંધ

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, કાલે ગુજરાતમાં રસીકરણ બંધ
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, કાલે ગુજરાતમાં રસીકરણ બંધ

ઓછા સ્ટોકને કારણે અનેક રાજયોમાં રસીકરણ કેન્દ્રો પૈકીના મોટા ભાગના બંધ, દૈનિક 86 લાખના રસીકરણ લક્ષ્યાંકની સામે માત્ર 40 લાખ લોકોનું રસીકરણ

જો રસીકરણની મંદ ગતી યથાવત રહી તો ત્રીજી લહેરથી બચવું અશકય

મહારાષ્ટ્ર-તામીલનાડુમાં ફરી વધી રહયા છે કોરોના કેસ, મૃત્યુ આંકમાં પણ ઉછાળો

દેશભરમાં સોમવારે માત્ર 15 લાખ લોકોનું રસીકરણ થયું, લાલ બત્તીધરતા નિષ્ણાંતો

કોરોનાના ત્રીજા તબક્કાથી બચવા માટે સઘન વેક્સિનેશન કાર્યક્રમ મોટા ઉપાડે અને જોરશોરથી શરૂ થયા બાદ એકાએક વેક્સિનના સ્ટોકની અછતને કારણે દેશભરમાં રસીકરણની ગતી ગોકળ ગાય જેવી બની જતા લાખો ભારતીયો ત્રીજા વેવથી બચવાની પ્રાર્થના અને દુઆ કરવામાં લાગી ગયા છે. પ્રાપ્ત સત્તાવાર આંકડા મુજબ દેશમાં ત્રીજા વેવથી બચવું હોય તો દૈનિક 87 લાખ લોકોનું રસીકરણ કરવું પડે આ લક્ષ્યાંકની સામે અત્યારે દૈનિક માત્ર 40 લાખ લોકોનું રસીકરણ થઇ રહયું છે.

લક્ષ્યાંકમાં 46 લાખની ઘટ આવી રહી છે. એમાં સોમવારે હદ થઇ ગઇ 71 લાખના રસીકરણના લક્ષ્યાંક સામે માત્ર 15 લાખ લાભાર્થીઓને વેક્સિન આપી શકાઇ હતી. વિશેષ્જ્ઞ, નિષ્ણાંતો, તબીબો અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જો આવીને આવી ગતી રસીકરણ થશે તો ત્રીજા વેવથી બચવાનું અશકય બની જશે.

Subscribe Saurashtra Kranti here

રસીનો પુરતો સ્ટોક ન હોવાથી આવતીકાલે બુધવારે રાજયભરમાં રસીકરણ બંધ રહેશે. તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

નિષ્ણાંતોના મત અનુસાર ત્રીજા કોરોના વેવથી બચવા માટે દેશની 1.3 અબજ જેટલી વસ્તી પૈકી 60  ટકાનું રસીકરણ થઇ જવું જોઇએ અને બન્ને ડોઝ ડિસેમ્બર પહેલા આપી દેવા પડે. એ માટે અત્યારથી દૈનિક 86 લાખ લોકોનું રસીકરણ કોઇપણ ભોગે કરવું પડે. પરંતુ અત્યારે પરિસ્થિતિ ઉલટી જોવા મળી રહી છે કેમ કે, અત્યારે પ્રતિ દિન 40 લાખ લોકોનું વેક્સિનેશન થઇ રહયું છે. 46 લાખની ઘટ આવી રહી છે. દેશમાં ગઇકાલે કોરોનાના નવા 39 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

Read About Weather here

છેલ્લા 3 મહિનાનો એ સૌથી ઓછો આંકડો છે છતાં રાહતનો શ્ર્વાસ એટલા માટે લઇ શકાય એમ નથી કે, કોરોના મહામારી ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને ધાતક બની જાય છે.

દેશમાં અત્યાર સુધી 35 કરોડ લોકોને જ રસી આપી શકાઇ છે. આ પ્રક્રિયા હવે કોઇ પણ ભોગે વેગવાન બનાવવી પડશે. સરકાર ચાલુ વર્ષના અંત સુધીમાં તમામ વયસ્ક નાગરીકોનું રસીકરણ કરી નાખવાના ઇરાદા ધરાવે છે. પરંતુ એ માટે રસીકરણની પ્રક્રિયા અત્યંત ગતીશીલબનાવી પડે. દેશમાં કુલ 4 રસીને મંજુરી અપાઇ છે. કોવિશીલ્ડ, કો-વેક્સિન, રશિયાની સ્પુટનીક-વી અને ફાઇઝરની મોર્ડરના રસીને મંજુરી મળી ગઇ છે. સ્પુટનીક રસી અમદાવાદમાં આપવાનું શરૂ કરી દેવાયું છે અન્યત્ર હવે શરૂ કરાશે. મોર્ડરનાનું રસીકરણ હજુ શરૂ થયું નથી. આ ગતીને જોઇને લોકો ત્રીજા વેવના આક્રમણથી બચવાની પ્રાર્થના કરવા લાગી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here