વરસાદ ખેંચાતા ડુકી રહયા છે જળાશયો, જળશંકટના ઓથાર

વરસાદ ખેંચાતા ડુકી રહયા છે જળાશયો, જળશંકટના ઓથાર
વરસાદ ખેંચાતા ડુકી રહયા છે જળાશયો, જળશંકટના ઓથાર

સરદાર સરોવર ડેમની સપાટી માત્ર એક મહિનામાં 9 મીટર ઘટી, આગામી દિવસોમાં મેઘરાજા પધરામણી ન કરે તો ખેતી અને  પીવાના પાણીની તંગી, રાજયના કુલ 207 પૈકી 118 ડેમમાં માત્ર 25 ટકા પાણી બચ્યું

ચોમાસાની વર્તમાન સીઝનમાં મેધરાજાએ કૃપા વરસાવવાનું મોડુ કર્યુ હોવાથી ગુજરાતમાં જળાશયોની સપાટીઓમાં ઝડપ ભેર ચિંતા જનક હદે ઘટાડો નોંધાઇ રહયો છે. પરીણામે આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો ખેતી માટેના પાણીની સમસ્યાની સાથે સાથે ગુજરાતની જનતા માટે પીવાના પાણીની સમસ્યાનો ભોરીંગ પણ મોઢું ફાડીને ઉભો થઇ જશે. જૂન મહિનો લગભગ આખો કોરો ધાકોડ ગયો છે.

Subscribe Saurashtra Kranti here

જૂલાઇ મહિનામાં પણ મેધરાજાએ દર્શન હજુ સુધી દીધા નથી. રાજયમાં ચોમાસાના આ બે મહિના ખુબ જ મહત્વના હોય છે. સીઝનનો મોટા ભાગનો વરસાદ આ બે મહિનામાં થઇ જતો હોય છે અને પાક પાણીની સ્થિતિ સ્પષ્ટ થઇ જતી હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ ગંભીર બનતી દેખાઇ છે. વરસાદ એકદમ ખેંચાઇ ગયો હોવાથી રાજયના જળાશયો ડુકી રહયા છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, રાજયના સૌથી મોટા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ માત્ર એક મહિનામાં 9 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી ઘટી જવાથી સૌરાષ્ટ્ર તરફ લીંકઅપ કરાયેલી નહેરો વાટે પુરતા પ્રમાણમાં પાણી છોડી શકાય નહીં. તેના કારણે વાવેતરને અસર થાય એટલું જ નહીં પીવાના પાણીનું સંકટ પણ સર્જાય શકે છે. પ્રાપ્ત આંકડા મુજબ રાજયના જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહયો છે.

કુલ 207 પૈકીના 118 જળાશયોમાં અત્યારે પાણીનો જથ્થો માત્ર 25 ટકા જેટલો બચ્યો છે. એમાય 65 ડેમોમા તો માત્ર 10 ટકા જેટલો પાણીનો સંગ્રહ છે. આવી પરિસ્થિતિ જોતા ગુજરાત પર જળશંકટ તોળાઇ રહયું હોય એવું નજરે ચડે છે. સરદાર સરોવર ડેમમાં પણ અત્યારે પાણીનો સંગ્રહ માત્ર 42 ટકા જેટલો હોવાનો સરકારી આંકડા દર્શાવે છે. અટલા ઓછા જથ્થાને કારણે સિચાઇ માટે પાણી આપવું કે પીવા માટે અનામત રાખવું એવી દ્વીધા ઉભી થઇ ગઇ છે.

Read About Weather here

હવામાન ખાતાની આગાહી ખેડૂતો અને લોકોની ચિંતામાં વધારો કરી રહી છે. જૂલાઇ મહિનામાં જૂનની ઘટ પુરી ન થાય તો ગુજરાતને કોરોના કાળમાં દુષ્કાળનો સામનો કરવો પડે એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. લાખો હેકટર જમીન પરનું વાવેતર પણ જોખમમાં છે. હવે પીવા પાણીની પણ સમસ્યા નજરની સામે આવીને ઉભી રહી ગઇ છે. એટલે લોકો મેઘરાજાને મનામણા કરવા માટે અને જળશંકટથી બચાવવા માટે દુઆ અને પ્રાર્થના કરવા લાગી ગયા છે. અત્યારે ઉતર ગુજરાત અને કચ્છમાં તો જળાશયો એક મહિનામાં તળીયુ દેખાડી દે એવી સ્થિતિ છે. ત્યાંના ડેમોમાં અત્યારે માત્ર 25 ટકા પાણીનો સંગ્રહ છે જો વરસાદ ન આવે અને સુર્ય નારાયણનો પ્રકોપ ચાલુ રહે તો હજુ વધુ પાણીનું બાષ્પીભવન થઇ જવાનો ડર છે. રાજય સરકારે વહેલાસર આગોતરૂ આયોજન કરવું જ પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here