કચ્છને નર્મદાનું વધારાનું પાણી 2025 સુધીમાં આપવાની કામગીરી પુર્ણ કરાશે : કુંવરજીભાઇ બાવળીયા

કચ્છને નર્મદાનું વધારાનું પાણી 2025 સુધીમાં આપવાની કામગીરી પુર્ણ કરાશે : કુંવરજીભાઇ બાવળીયા
કચ્છને નર્મદાનું વધારાનું પાણી 2025 સુધીમાં આપવાની કામગીરી પુર્ણ કરાશે : કુંવરજીભાઇ બાવળીયા
જળ સંપતી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સૌરાષ્ટ્ર ક્રાંતિને આવેલ ખાસ  મુલાકાતમાં જણાવ્યુ હતું કે કરછને નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમા આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર ,મુન્દ્રા ,માંડવી ,ભુજ,લખપત , અબડાસા , અને રાપરના 130 જેટલા ગામોને અંદાજીત 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે.

Visit Saurashtra Kranti Homepage here

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણી,ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોને મહતમ લાભ કરછને મળે તે માટે હંમેશા પ્રાધન્ય આપ્યું છે . તેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સત્તત આગળ વધારી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પુરના વહી જતા વધારાના 3 મિલિયન એકેર ફીટ પાણીમાંથી 1 મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્રને , 1 મિલિયન એકર ફીટ ગુજરાતને અને 1 મિલિયન એકર ફીટ કરછને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો . આ  નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપુરના વહી જતા 1 મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કરછને અગામી વર્ષ 2025 સુધીમાં મળતો થશે. જેની સૌરાષ્ટ્રમાં સૌની યોજના  અને ઉતર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અન્વયે આ પાણી પોહાચાડવાનું મોટા ભાગનાં કામો પૂર્ણ થયા છે. તેમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું . જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપતિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણ આ કામો હાથ ધરાશે. તબકકા -1 ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જયારે તબક્કા -2 ના કામો માટે ટેન્ડર મગાવામાં આવ્યા છે . જે કામો ટુક સમયમાં શરૂ કરશે . કરછના ખેડૂતો -પ્રજાજનોની લાંબાગાળાની લાગણી -અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે,જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નિર પહોંચવાથી ભૂર્ગભ જળ ઊંચા આવશે. એટલુજ નહિ, પશુપાલક-ખેડૂતોને પાણી મળતા મબલક ઉત્પાદન મેળવી આર્થીક સમૃધ્ધી થશે.

પાણીના અભાવે પશુપાલકો -ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકાવશે  મંત્રીએ ઉમેર્યુ કે, જળ સંપતિ વિભાગ દ્વારા કચ્છ જીલ્લા માટે નર્મદાના વધારા 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. કચ્છ જીલ્લામાં પાણીની અછતને ધ્યાને લઈ તે સમયના રાજ્યના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્ર્નો કાયમી ઉકેલ માટે જુન-2006માં નર્મદાના પુરના વહી જતા વધારાના પાણીમાંથી જિલ્લાને 1 મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી. આ 1 મિલિયન એકરફીટ પાણી કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્તળેથી  મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવધ સિંચાઇ યોજનાઓમાં પાણી પહોચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો ,ઢોર -ઢાખરના પીવા સારું વગેરે હેતુસર પાણી વિતરિત થય શકશે.મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કચ્છ જીલામાં આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે.

Read About Weather here

જેમાં તબક્કા 1 માં ત્રણ અલગ -અલગ પાઈપલાઈન લીંકો માટે રૂ.4369 કરોડની વહીવટી મંજુરી જન્યુઆરી-2022માં આપવામાં આવી હતી આ કામગીરી હાલ પ્રગતી હેઠળ છે. જે હેઠળ લીંક અને હાઈક્ધટર સ્ટોરેજ લીંકથી, મુન્દ્રા,માંડવી અને ભુજ તાલુકાની 25 સિંચાઈ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે. જેનાથી આ તાલુકાની 47 ગામના 38,824 હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લીંકથી અંજાર , ભુજ અને નખત્રાણા તાલુકાની 12 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે. જેનાથી તાલુકાના 22 ગામના 36,392 હેક્ટર વિસ્તારને સિંચાઈ  લાભ મળશે. જયારે સારણ  રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના 8 ગામોને 29,000 હેક્ટર વિસ્તારને સિચાઈનો લાભ મળશે.આ કામગીરી વર્ષ 2025માં પૂર્ણ થતા કરછ જીલાના અંજાર,મુન્દ્રા,માંડવી,ભુજ,નખત્રાણા અને રાપર મળી કુલ 6 તાલુકામાં 38 સિચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે. જેનાથી 77 ગામના 1,04,216 હેક્ટર વિસ્તારને સીચાઇ લાભ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here