એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત:ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત:ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત:ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. નોંધનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. સિલેક્ટર્સ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર રહશે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા. સિનિયર લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

Read About Weather here

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે.  હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા પણ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહની વાપસીથી ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here