ઉપલેટાના ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મુકતા યુવાન અને ખેડૂતની ધરપકડ 

ઉપલેટાના ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મુકતા યુવાન અને ખેડૂતની ધરપકડ :
ઉપલેટાના ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મુકતા યુવાન અને ખેડૂતની ધરપકડ
ઉપલેટાના ચંદ્રેશ શંભુ બારૈયા (કોળી)(ઉ.વ.23, રહે. કમલેશ્ર્વર મંદિર પાસે, ઉપલેટા)એ પોતાના મિત્રના પિતા ભાયાવદરની મતવા શેરીમાં રહેતા હાજાભાઈ પબા ખાંભલા (રબારી) (ઉ.વ. 47)ની લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટા પડાવેલ હતો. રૂરલ એસઓજીએ ભાયાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.  

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ હથિયાર, નારકોટિક્સના કેસો અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી સોશ્યલ મીડીયા મારફતે હથીયારના ફોટા સાથે રોફ જમાવતા શખ્સો ઉપર કેસો કરવા માટે સુચના આપેલી હોય છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળેલ કે, ચંદ્રેશ જીઓ કેર સેન્ટર ચલાવે છે. ભાયાવદરનો પરેશ તેનો મિત્ર હોય અને પરેશના પિતા હાજાભાઈ પાસે લાયસન્સ વાળી બંદૂક હોય જેથી ચંદ્રેશ સાતેક મહિના પહેલા પોતાના બર્થડેના દિવસે મિત્રની વાડીએ ગયો હતો ત્યાં ફોટા પડાવ્યા હતા.

Read About Weather here

 જે અનુસંધાને એસઓજી શાખાના ઇન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ ભાયાવદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડને ખાનગીરાહે હકિકત મળેલ, કે ચંદ્રેશભાઇએ પોતાના ફેસબુક આઇ.ડી. મારફતે હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય, જે હકિકત આધારે ચંદ્રેશની પુછપરછ કરતા હાજાભાઇ પબાભાઇ ખાંભલા રહે.ભાયાવદર વાળાની પરવાના વાળા હથીયાર સાથે ફોટો પાડી અપલોડ કરેલ હોય, જેથી લાયસન્સ ધારકની શરત ભંગ કરેલ હોવાનું જણાઇ આવતા મજકુરો વિરૂધ્ધ ભાયાવદર પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here