ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્ટિવ: 15 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 9612 કેસ નોંધાયા 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્ટિવ: 15 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 9612 કેસ નોંધાયા 
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્ટિવ: 15 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 9612 કેસ નોંધાયા 
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોડી રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. SG હાઈવે સહિત 250 નાકાબંધી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પોઈન્ટ પર રોજ રાત્રે વાહન ચેકિંગ થાય છે. શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા છે. નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે. આપને જણાવી દઈએ કે એક દિવસ અગાઉ જ શહેરના એસ.જી હાઈવે પર પોલીસની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Read About Weather here

અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ અંતર્ગત એસ.જી હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી.એક કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. જે બાદ પોલીસે દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આપને જણાવી દઈએ  કે, ગત 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here