ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ કરતાં ૫૦ ટકા ઓછું ચૂકવાય છે

ગુજરાતમાં ઈન્ટર્ન ડૉક્ટરોએ ઓછામાં ઓછું ૨૦ ટકા સ્ટાઈપેન્ડ મેળવવા માટે સરકાર સામે હાલમા મોરચો માંડ્યો છે. ત્યારે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ઈન્ટર્ન ડૉક્ટરોને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની રકમ ખૂબ જ ઓછી છે. દેશમાં ઈન્ટર્ન ડોક્ટરોને ચૂકવવામાં આવતાં સ્ટાઈપેન્ડમાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે છે. રાજ્યના મેડિકલ ઈન્ટર્નને મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ જેવા રાજ્યો કરતાં ૫૦ ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

ગુજરાતમાં ખૂબ ઓછા એટલે કે ૧૨ હજાર ૮૦૦ રૂપિયા સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન ડક્ટરોને હાલમાં ચૂકવવામાં આવે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ ૨૦ હજાર સ્ટાઈપેન્ડ ચુકવવા પર બે વર્ષથી દરેક સરકારને નોટિસ આપી છે, કોરોના કાળમાં ઈન્ટર્ન ડોક્ટરો જ યોદ્ધા તરીકે ખડેપગે સેવા કરી ત્યારે રાજ્ય સરકારે તાકીદે સ્ટાઈપેન્ડની રકમ પાછલી અસરથી ૨૦ હજાર રૂપિયા લેખે આપવી જોઈએ.

ગુજરાતમાં ૬ સરકારી, સોસાયટીની ૮ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજમાં ૫૫૦૦ બેઠકો છે, ગત માર્ચથી તબીબી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે મેડિકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ થયા નથી, આ સ્થિતિમાં સહિતના મેડિકલ પેરામેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવી જોઈએ.