ઇન્સ્ટાગ્રામમાં આવેલ રિલ્સમાં ખરાબ કોમેન્ટ કરનાર બે આઈડી ધારક સામે ગુનો નોંધાયો

ઇન્સ્ટાગ્રામમાં આવેલ રિલ્સમાં ખરાબ કોમેન્ટ કરનાર બે આઈડી ધારક સામે ગુનો નોંધાયો
ઇન્સ્ટાગ્રામમાં આવેલ રિલ્સમાં ખરાબ કોમેન્ટ કરનાર બે આઈડી ધારક સામે ગુનો નોંધાયો

કોમેન્ટમાં અપમાનિત શબ્દ અને ગાળો લખતાં શાપરના સંજય પરમારે ફરિયાદ નોંધાવી: શાપર પોલીસે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી

ઇન્સ્ટાગ્રામમાં આવેલ રિલ્સમાં અપમાનિત શબ્દ અને ગાળો લખી ખરાબ કોમેન્ટ કરનાર બે આઈડી ધારક સામે શાપરના સંજય પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે શાપરમાં ગોવિંદનગર -03 માં રહેતાં સંજયભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઠાકોર.સૂરજ.79677 અને જામતસિંહ.ભાડથ.1137 નામની ઈન્ટસ્ટાગ્રામ આઈડી ધરાવતાં શખ્સનું નામ આપતાં શાપર પોલીસે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરે છે. ગઈ તા.10/02/2024 ના તેઓ મોબાઈલમાં ઈન્સટાગ્રામ એકાઉન્ટમાં રીલ્સ જોતો હતો. જેમાં કિર્તી પટેલ ઓફિસિયલ 5143 નામના આઈ.ડી.માં ગાડીમાંથી છોકરી બોલતી હોય તેવો વિડીયો જોતો હતો. તેમાં કોમન્ટ જોયેલ તો ઠાકોર સૂરજ 79677 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકે  તા.09/02/2024 ના અપમાનીત શબ્દ તથા ગાળો લખેલ હોય જેથી તે કોમેન્ટનો તેઓએ સ્ક્રીન શોર્ટ પાડી લીધેલ હતો અને બાદ તેના મિત્ર રાહુલભાઈ ચાવડાને બાબતની વાત કરેલ હતી.

બાદમાં આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરેલ હતી. બાદમાં તા.01/03/2024 ના તેઓ ઘરે હતો ત્યારે ઈન્સ્ટાગ્રામમાં નિર્ભય ન્યૂઝ ઓફિસિયલ આઈ.ડી.માં રીલ્સ જોતો હતો ત્યારે તેમાં 23/02/2024 ના અપલોડ થયેલ જીગ્નેશ મેવાણીએ સરકાર ને આપેલી ચેલેન્જના હેડીંગના વિડીયોમાં કોમેન્ટ જોયેલ તો જામતસિંહ.ભાડથ.1137 નામના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી વાળા શખ્સે અપમાનીત શબ્દ લખી કોમેન્ટ કરેલ હોય જેથી તે કોમેન્ટનો સ્કીન શોર્ટ પાડી લીધેલ હતો. જે બાબતની પોલીસમાં અરજી આપ્યા બાદ ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી ગોંડલ સીપીઆઈ એસ.જી.રાઠોડ અને ટીમે તપાસ હાથ ધરી હતી.