આસિસ્ટન્ટ મ્યુનિ કમિશનરને બરતરફ કરવા અપાઈ નોટિસ, અન્ય ઓફિસરોમાં ફફડાટ

એક વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોબેશન પર નિમણૂંક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો પૈકી બોગસ સર્ટીફીકેટ રજુ કરવાના આરોપસર જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સામે ઈક્ધવાયરી સોંપવામાં આવી હતી એ તપાસ પુરી થતાં અખિલેશ બ્રહ્મભટ્ટને તેમને શા માટે નોકરીમાંથી બરતરફ ન કરવા એ અંગેની શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મળતી માહીતી પ્રમાણે,પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળમાં એક વર્ષ અગાઉ એક વર્ષના અજમાયશી ધોરણે ૨૩ ઉમેદવારોને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

નિમણૂંક પામેલા ઉમેદવારો પૈકી આઠ ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશન બહારથી નિમણૂંક પામ્યા હતા.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક અને તેમને આપેલી સત્તા શરૂઆતથી જ વિવાદમાં રહૃાા હતા.નિમણૂંક બાદ ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલાં શૈક્ષણિક લાયકાત સહીત જાતિના પ્રમાણપત્ર વગેરેની તપાસ મ્યુનિ.તંત્ર દ્વારા શરૂ કરાતા મ્યુનિ.માંથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક પામેલા એક અધિકારી દ્વારા જે ડીગ્રી સર્ટીફીકેટ રજુ કરાયુ હતુ એ યુનિવર્સિટીમાં મ્યુનિ.એ તપાસ કરતા યુનિવર્સિટી એવો કોઈ અભ્યાસક્રમ ચલાવતી ન હોવાનું બહાર આવતા અધિકારી સામે ઈક્ધવાયરી શરૂ કરાઈ હતી.

ઈક્ધવાયરી પુરી થતાં ઈક્ધવાયરી ઓફીસરે તેમનો તપાસનો અંતિમ રીપોર્ટ આપી દેતા અખિલેશ બ્રહ્મભટ્ટને શા માટે ફરજ પરથી બરતરફ ન કરવા એ અંગેની નોટીસ અપાતા બાકીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોમાં પ્રોબેશન સમય પુરો થતા તેમની મુદત વધારાશે? કાયમી કરાશે કે પછી ઘેર બેસાડાશે વગેરે બાબતોને લઈ ફફડાટ વ્યાપી ગયો છે.