આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

આણંદ તાલુકામાં બે દિવસમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : દોઢ દિવસમાં 13 ઇંચ

જાહેરમાર્ગો પર ભરાયા વરસાદી પાણી

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

Subscribe Saurashtra Kranti here

આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં તાલુકામાં 13 ઇંચ જેટલો અધધધ વરસાદ ખાબકી ચૂક્યો છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકી ઊભી થઈ છે.

આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા આણંદ

Read About Weather here

શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નગરમાં ઠેર ઠેર પાણીભરાયા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા. જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો. ઘણા ઉત્સાહી નાગરિકો આ માહોલને માણવા ગાડી લઈ નીકળ્યા હતા. તો બીજી તરફ દૈનિક ધંધા-રોજગાર નોકરીએ જતા લોકો પણ આ કારણે અટવાઈ પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here