પાણીમાં હવે કોરોના વાઇરસ!

પાણીમાં હવે કોરોના વાઇરસ!
પાણીમાં હવે કોરોના વાઇરસ!

અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઇરસ મળી આવ્યા

દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઇરસ મળી આવ્યો છે. ત્રણેયના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા છે. ચાર મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. તેમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કુલ ઓફ એનવાયરમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે.આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી.

Subscribe Saurashtra Kranti here

આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે અને લોકો માટે તે નવું નજરાણું બન્યું છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અભ્યાસમાં સાબરમતીમાં ભયંકર પ્રદૂષણ છે. ખાસ કરીને અમદાવાદથી આગળ વધે છે તે પછી નદીમાં ગંદા પ્રદૂષિત પાણી સિવાય કંઇ વહેતું નથી, છેલ્લા 120 કિલોમીટરમાં તે મૃત અવસ્થામાં છે. એટલું જ નહીં રિવરફ્રન્ટ પણ એક ગંદા પાણીના હોજથી વધુ કંઇ નથી તેવો દાવો પણ પ્રદૂષણને લગતા વિવિધ માપદંડોને ટાંકીને કરવામાં આવ્યો છે.

Read About Weather here

નદીનો અમદાવાદ શહેરમાં પ્રવેશ થાય ત્યારે એક ટીપું પણ પાણી રહેતું નથી. સાબરમતી રીવરફ્રન્ટમાં વચ્ચે જઇને લીધેલા પાણીના સેમ્પલમાં પણ નિયત માત્રા કરતા વધુ પ્રદૂષણ જણાતા રિવરફ્રન્ટ પણ પ્રદૂષિત ગંદા પાણીથી ભરેલા હોજ સમાન છે. અહેવાલના તારણોમાં વધુમાં જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે તે માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. રિવરફ્રન્ટ બનવાના કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઉતરતું બંધ થયું થતા અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.

તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં તારીખ 13 મે 2021 ની સ્થિતિએ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજ્યના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે. શહેરમાં નર્મદાના પાણીને ફિલ્ટર કરવા મ્યુનિ. દ્વારા 275 એમએલડી અને 125 એમએલડીના બે વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. બંને પૈકી 275 એમએલડીના ફિલ્ટર પ્લાન્ટમાં બે વર્ષ પહેલા જ સાડા પાંચ કરોડનો ખર્ચ કરી તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here