આગ ભભૂકતા ધોરાજીમાં પ્‍લાસ્‍ટીકનું આખુ કારખાનુ ભસ્‍મીભૂત

આગ ભભૂકતા ધોરાજીમાં પ્‍લાસ્‍ટીકનું આખુ કારખાનુ ભસ્‍મીભૂત
આગ ભભૂકતા ધોરાજીમાં પ્‍લાસ્‍ટીકનું આખુ કારખાનુ ભસ્‍મીભૂત
ધોરાજી ના જુનાગઢ રોડ પર આવેલ સ્‍વસ્‍તિક વેસ્‍ટર્ન એન્‍ડ પ્રોસેસ નામ ના પ્‍લાસ્‍ટીક ના કારખાના મા શોર્ટ સર્કિટ ને કારણે  આગ લાગી છે. તેવુ ફેકટરી માલિકે જણાવ્‍યુ છે. અંદાજે   ૧૫  થી ૧૭  લાખ રૂપીયા નુ નુકસાનનું અનુમાન છે. 

Visit Saurashtra Kranti Homepage here

મોડી રાત્રીએ આગ લાગી હતી.  નગરપાલિકા નો ઈમરજન્‍સી પર ફોન પર ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કરેલ. પણ નગરપાલિકા નો ઈમરજન્‍સી ફોન ડેડ હોવાથી રૂબરૂ જઇ ને જાણ કરવાની ફરજ પડી હતી. જો સમયસર ફોન લાગી ગયો હોય અને ફોન નંબર ઉપાડી લીધો હોત તો થોડુક નુકસાન થતા બચાવી શકાત તેવુ પ્‍લાસ્‍ટીક કારખાના માલિક નો આક્ષેપ છે. ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકા ના ફાયર વિભાગ ની  ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ત્રણ કલાક ની ભારે જહેમત બાદ આગ કાબુ મા લેવાનો પ્રયત્‍ન કરેલ પણ આગ કાબુ મા લે તે પહેલા જ મશીનરી તથા પ્‍લાસ્‍ટીક જથ્‍થો બળી ને ખાખ થઇ ગયો છે. સદ્‌નનસીબે કોઈ જાન હાની નથી.

જુનાગઢ રોડ ઉપર કાલે વહેલી સવારે અચાનક કોઈ અગમ્‍ય કારણોસર પ્‍લાસ્‍ટિકના કારખાનામાં આગ લાગતા તાત્‍કાલિક સ્‍થાનિકોએ તેમજ ધોરાજી પ્‍લાસ્‍ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડીયા એ ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગમાં ફોન કરતા કોઈએ ફોન ઉપાડ્‍યો ન હતો જેના કારણે આ વિસ્‍તારના લોકો પણ ભારે મુશ્‍કેલીમાં આવી ગયા હતા.આ સમયે  વાગડિયા એ જણાવેલ કે મેં પણ  અનેક વખત ફોન કર્યા છતાં ઉપાડ્‍યા નહીં બાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ જવું પડ્‍યું હતું અને કર્મચારીને સુતેલ જોયા હતા તેમને ઉઠાડીને તાત્‍કાલિક ફાયર ફાઈટર લઈને આવવાનું કીધું હતું એટલો સમય વીતવાના કારણે પ્‍લાસ્‍ટિક નું આખું કારખાનું ભસ્‍મીભૂત થઈ ગયું હતું હાલમાં ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર નું શાસન ચાલે છે અને આવી ધોર બેદરકારી થાય તો કેટલું વ્‍યાજબી ગણાય.સદભાગ્‍ય કોઈ જાન હાની થઈ નથી તે સારી વાત છે પરંતુ આ બાબતે રાજ્‍ય સરકારે તાત્‍કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરી હતી.

Read National News : Click Here

ધોરાજી શહેર ભાજપના મહામંત્રી વિજયભાઈ બાબરીયાએ જણાવેલ કે જે આગ લાગી અને જેની હકીકત મને મળતા ઘણું દુઃખ થયું હતું  શહેરમાં ૪૫૦ થી વધારે પ્‍લાસ્‍ટિકના કારખાના છે અને નગરપાલિકા દ્વારા આવી બેદરકારી જોવા મળે તો પ્‍લાસ્‍ટિકના કારખાનામાં આગ લાગે તો શું ઘટના થાય તે સ્‍વાભાવિક લોકો જાણે છે હાલમાં એક વર્ષથી વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે આવશ્‍યક ગણાતી તમામ સેવાઓમાં નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્‍ફળ ગઈ છે આ બાબતે જો તાત્‍કાલિક ફાયર ફાઈટર સમયસર પહોંચી ગયું હોત તો આગ કાબુમાં આવી જાત ..પરંતુ પ્‍લાસ્‍ટિકના કારખાનું સંપૂર્ણપણે ભસ્‍મિભૂત થઈ ગયું છે જે દુઃખદ ઘટના છે આ બાબતે અમો રાજ્‍ય સરકારમાં તેમજ નગરપાલિકા નિયામકશ્રીમાં પણ ફરિયાદ કરવાના છીએ અને તાત્‍કાલિક ધોરાજી નગરપાલિકામાં જેમની જવાબદારી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે  તેમ બાબરીયાએ જણાવેલ હતું

ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ વોરા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવેલ કે સમયસર ફાયર ફાઈટર આવી ગયું હોત તો આગ કાબુ માં આવી જાત અને આ વિસ્‍તારમાં જે પ્રકારની ઘટના હતી તે પણ મુશ્‍કેલી દૂર થઈ જાત પરંતુ ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે આવશ્‍યક ગણાતી તમામ સેવાઓમાં વહીવટદારનું શાસન નિષ્‍ફળ ગયું છે.

છેલ્લા એક વર્ષથી ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અમે અનેક વખત લેખિતમાં ફરિયાદ તેમજ આવેદનપત્રો પણ પાઠવ્‍યા છે આ બાબતની કોઈ નોંધ લેવામાં આવતી નથી તેમજ ફાયર ફાઈટર વિભાગ એટલે આવશ્‍યક ગણાતી સેવા છે તે ખૂબ જ સારી રીતે રહેવી જોઈએ પરંતુ અનેક વખત ટેન્‍કરો ખાલી હોય છે પાણી વગરના તેમજ બંધ હાલતમાં પડ્‍યા હોય છે આવી અચાનક કોઈ મકાનની અંદર આગ લાગે તો નગરપાલિકા સમયસર ન પહોંચે તો મોટી જાનહાની સર્જાય આ બાબતે રાજ્‍ય સરકારે પણ તાત્‍કાલિક જવાબદાર લોકો સામે પગલાં ભરવા જોઈએ  તાત્‍કાલિક અસરથી રાજ્‍ય સરકારે આ બાબતે ગંભીર વિચાર કરીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here