અમરેલી: ભાજપના કાર્યકર્તાઓને પોલીસે માર્યા, એએસપી સામે કાર્યવાહીની માગ

અમરેલી
અમરેલી

અમરેલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે

Subscribe Saurashtra Kranti here

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલી વેક્સિનના કાર્યક્રમમાં આવતા હોય તેવા સમયે ભાજપના કાર્યકરો કામગીરી સાથે મોડી રાતે તૈયારી કરતા હતા. તેવા સમયે પોલીસ દ્વારા બે કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સાથે બે ભાજપના કાર્યકર્તાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જેમાં મામલો બીચકતા ભાજપના ટોળેટોળા હોસ્પિટલમાં પહોંચયા હતા. સાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયા, નેતા દીલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના હોદ્દેદારો હોસ્પિટલમાં આવી પટાંગણમાં બેસી કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દિલીપ સંઘાણી ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરી અને સાથે જિલ્લા પોલીસ વડાને ફોન પર ખખડાવ્યા અને કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. હાલ તો પોલીસ અને ભાજપના દિગ્ગજો આમને સામને આવી ગયા છે. દિલીપ સંઘાણીએ એ.એસ.પી અભય સોની ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. તથા અમરેલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

નાસ્કોબ ચેરમેન અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કહૃાું, વેક્સિનના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો કામ કરતા હતા. તેવા સમયે ડી.વાય.એસ.પી સોની બેહૂદ વર્તન કરી માર મારી ગાળો આપી પોલીસ સામે કાર્યવાહી કરવા માટે મે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતા હોય તેવા સમયે વેક્સિનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટેનો પ્રયાસ છે

દિલીપ સંઘાણી મોડી રાતે ઉગ્ર મૂડમાં આવી ગયા અને હોસ્પિટલથી અમરેલી જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ફોન કર્યો અને કહૃાું, તમે હેડ છો એક્સન લેવા પ્રાઇમરી ફરજ તમારી છે. આ મુદ્દા સરકાર સામે આવી જશે. પોલીસ સામે લીડ લેવા મને લેશ માત્ર સંકોચ નથી. અમારે આંદોલન કરવુ પડે. આવો તમને અહીં પોલીસના ક્યા ક્યા ગોરખ ધંધા ચાલે છે. ક્યા દારૂ વહેચાય છે હું તમને બતાવું. તેમજ સાંસદ નારણ કાછડિયા બોલ્યા પોલીસના રેતીના ધંધા પણ ચાલે છે.

Read About Weather here

ભાજપ કાર્યકર રાજેશ માંગરોળીયાએ કહૃાું આવતી કાલે વેક્સિનના કાર્યક્રમમાં સી.આર.પાટીલ આવી રહૃાાં છે. અમે તેની તૈયારી કરતા હતા. અધિકારી સોનીએ માર માર્યો અને કહૃાું અહીંથી જતા રહો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here