કોરોના ઇફેક્ટને લઈને ડીજીપીનો માસ્કના દંડ બાબતે નવો આદેશ…

પોલીસકર્મી જ બુટલેગર નીકળ્યો...!
પોલીસકર્મી જ બુટલેગર નીકળ્યો...!

કોરોના ઇફેક્ટ ડીજીપીનો ૧ હજારનો દંડ વસૂલવા આદેશ

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને લઈને હવે પોલીસ તંત્ર એકશનમાં આવી રહૃાું છે. ગુજરાતના અનેક શહેર અને નગરોમાં લોકો માસ્ક પહેરતા ના હોવાનુ સામે આવતા, રાજ્યના પોલીસ વડાએ કડકાઈ દાખવવા આદેશ કર્યો છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (એસપી) અને પોલીસ કમિશનરોને (સીપી) માસ્ક મુદ્દે કડકાઈથી પાલન કરાવવા સુચના આપી છે. પોતાના તાબા હેઠળના વિસ્તારમાં સૌ કોઈ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા તાકીદ પણ કરી છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ જિલ્લાઓના પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ. ૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિર્દેશકે સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ વડા અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરોને તાકીદ કરી છે.

Read About Weather here

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ છેલ્લા એક સપ્તાહમાં ૨ કરોડ ૬૫ લાખથી વધુનો દંડ વસૂલાયો છે. તો જાહેરનામા ભંગના ૧૪૯૮ ગુના નોંધાયા છે. તો જાહેરમાં થુકવા બદલ ૨૬ હજાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. કોરોનાને લગતા નીતિ નિયમોનો ભંગ કરવા બદલ ૩૦૭૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here