અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ એક મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી હોવાના સમાચાર મળી રહૃાા છે. મૂળ જમ્મુ કાશમીરની ૨૫ વર્ષીય અફલાકબા નામની મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ હતી, જે આંતરડા સુધી પહોંચી જતાં મહિલાને અનેક મુશ્કેલીઓ પડવા માંડી હતી, જેથી જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ થઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર કરીને સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ મહિલા વતન પરત ફર્યા હતા. મૂળ જમ્મુ કાશ્મીરની ૨૫ વર્ષીય અફલાકબાનું એક દિવસ શારિરીક અશક્તિ અનુભવી રહી હતી. પરંતુ ગમતી વસ્તુનો શોખ વળી કેવા પ્રકારનો થાક અનુભવવા દે ખરો? ગાલીચા બનાવવાના શોખના કારણે તેઓ શારીરીક નબળાઈઓને અવગણીને કામ કરતા રહૃાાં હતા. પરંતુ એકાએક એજ દિવસે ગાલીચા બનાવતા- બનાવતા અફલાકબાનું ઢળી પડ્યા હતા. આ દરમિયાન અફલાકબાનુના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગે આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઇ હતી.

જે પેટના અંદરના ભાગમાં થઇ આંતરડા સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ જીંદગી અને મોત વચ્ચેનો તૂમૂલ જંગ શરૂ થયો હતો. પેટમાં આકસ્મિક સોય ઘૂસી જતા અફલાકબાનુંના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પણ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મધ્યપ્રદૃેશ જિલ્લાના મંદસોર શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરાવી. આ દરમિયાન તેઓએ એક્સ-રે, સી.ટી. સ્કેન જેવા વિવિધ રીપોર્ટસ પણ કરાવ્યા હતા. આ રીપોર્ટમાં તબીબોને સમસ્યા અત્યંત જટીલ લાગતા અફલાકબાનુંના પરિવારજનોને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવા જણાવ્યું હતું. વિવિધ હોસ્પિટલમાં મળેલી નિરાશાથી સમગ્ર પરિવાર વધુ િંચતિત બન્યો હતો.

તેવામાં આ તમામ નિરાશાઓને નેવે મૂકીને પરિવારજનો અમદૃાવાદૃ સિવિલ હોસ્પિટલમાં આશાના તોરણો બાંધી સારવાર અર્થે આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમની નિરાશા ખુશીમાં બદલી નાંખી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબો પાસે સારવાર માટે પહોંચ્યા ત્યારે તબીબોએ ફરી વખત સી.ટી. સ્કેન કરાવ્યું હતું. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી મૂક્યા હતા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે ૩ સોય જોવા મળી હતી. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હતુ. દર્દી સેપ્ટીક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હતી.