અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૬ વર્ષમાં ૬૩ સ્કૂલો બંધ થઈ


સ્કૂલો ઘટતાં વિદ્યાર્થીદીઠ ખર્ચ રૂ.૨૨,૬૩૪થી ઘટી રૂ.૨૦,૭૯૯ થયો

છેલ્લાં ૬ વર્ષમાં શહેરમાં મ્યુનિ.ની ૬૩ સ્કૂલ બંધ થઈ છે. આ સાથે જ ૩૬,૬૦૦ વિદ્યાર્થી પણ ઘટ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની સામે વિદ્યાર્થીદીઠ ખર્ચમાં વધારાને બદૃલે ઘટાડો નોંધાયો છે. ૨૦૧૩-૧૪માં વિદ્યાર્થીદીઠ ૨૨૬૩૪નો ખર્ચ કરાતો હતો, ૨૦૧૯માં એક વિદ્યાર્થી પાછળ ૨૪૭૮૩નો જ ખર્ચ કરાય છે. છ વર્ષમાં વિદ્યાર્થીદીઠ સૌથી વધુ ખર્ચ ૨૦૧૭-૧૮માં ૪૫,૮૯૦ થયો હતો. જ્યારે તેના આગળના ૩ વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિદ્યાર્થીદીઠ ખર્ચ ઓછો રહૃાો હતો. ખર્ચમાંથી વિદ્યાર્થીઓને અપાતી ફેસેલિટી અને એક્ટિવિટીની સાથે વહીવટી ખર્ચ ગણવામાં આવે છે.