અમદાવાદ-કચ્છ હાઈવે બન્યો રક્તરંજિત:ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર અકસ્માત:4 યુવાનોનાં મોત

અમદાવાદ-કચ્છ હાઈવે બન્યો રક્તરંજિત:ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર અકસ્માત:4 યુવાનોનાં મોત
અમદાવાદ-કચ્છ હાઈવે બન્યો રક્તરંજિત:ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર અકસ્માત:4 યુવાનોનાં મોત
રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

અકસ્માતની ઘટના ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે બની

આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ અમદાવાદ-કચ્છ હાઈવે પર સુરેન્દ્રનગરના ધાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જઈને ટ્રક સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ગાડીમાં સવાર  લોકો હળવદ તાલુકા ગોલાસણ ગામના હોવાનું સામે આવ્યું છે તેઓ ધ્રાંગધ્રાથી પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માતમની ઘટના બની હતી.  હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એસી 3015 લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રીના 12 વાગ્યાના અરસામાં ધાંગધ્રા તાલુકાના નરાડી ગામેથી પરત ગોલાસણ ગામ તરફ આવી રહ્યા હતા દરમ્યાન ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર કોઈ કારણોસર કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને સામેના ભાગમાં રોડ ઉપર આવી રહેલા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જે પૈકીના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયાં હતા અને જે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતુ આમ કુલ મળીને આ અકસ્માતના બનાવમાં ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાની માહિતી જાણવા મળી રહે છે.

Read National News : Click Here

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કિરણભાઈ મનુભાઈ સુરેલા (18), ઉમેશભાઈ જગદીશભાઈ (15), કરસનભાઈ ભરતભાઈ (23) અને કાનજીભાઈ ભુપતભાઈ (18) નામના ચાર યુવાનોના મોત નીપજયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે અને આ અકસ્માતના બનાવમાં કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા, અમિતભાઈ જગદીશભાઈ ઉકેડીયા અને એક અજાણ્યો વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આઇસર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા ગાડી કાટમાળમાં ફેરવાઈ : મૃતદેહો મહામુસુબીતે બહાર કઢાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર કલ્પના ચોકડી પાસે આઇસરના ચાલકે કાર સાથે એટલા ધડાકાભેર પોતાની આઇસર ટકરાવી કે આખી ગાડી નો કાટમાળ દરવાજા અને તેનું મશીન ઉડીને દસ ફુટ ઉપર પહોંચ્યું છે અને અંદર રહેલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા તેમને ગાડી ચીરી અને બહાર કાઢવાની ફરજ પડી હતી.
ત્યારે આ અકસ્માત એટલો ભયંકર છે કે કાર જોતા જ એવું લાગે કે આઇસર ચાલકની મોટી બેદરકારી સામે આવી છે ત્યારે યશભવયિ નો ચાલક પોતાની આઇસર મૂકી અને નાસી છૂટી આવવાનું પણ જાણવા મળી રહ્યું છે.હાલમાં ત્રણના ઘટના સ્થળ ઉપર અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે એમ ટોટલ ચાર વ્યક્તિઓના મોત થયા છે ત્યારે ઘટનાસ્થળ ઉપર પોલીસ પહોંચી અને તમામ મૃતકોને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી અને તાત્કાલિક અસરે તેના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here