અમદાવાદમાં યુવાનોએ તલવાર વડે કેક કાપતા ૭ની કરાઈ ધરપકડ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે દિવસ પહેલાં જાહેર રસ્તા પર સંગીતના તાલે યુવકે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી હતી. જેમાં બર્થ ડે બોયે તલવાર વડે કેક કાપી હતી. આ દરમિયાન તેના મિત્રો પણ ત્યાં હાજર હતા. જો કે તલવાર વડે કેક કિંટગ થતાંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે તાત્કાલિક ૭ લોકોની ધરપકડ કરી હતી.

ગોમતીપુરમાં ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે ૬ માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કરણ ઉર્ફે ભૂરાએ તલવાર વડે ૧૦ જેટલી કેક કટ કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે મિત્રો પૈકીના એક મિત્રએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. બાદમાં આ વીડિયો વાઈરલ થયો હતો. કરયૂ દરમિયાન ઉજવણીનો વીડિયો પોલીસ સુધી પહોંચતાં પોલીસે તાત્કાલિક બર્થ ડે બોય સહિત તેના મિત્રોને ઝડપી પાડ્યા હતા.

ગોમતીપુર પોલીસે ગોમતીપુરના કુંડાવાળી ચાલીમાં રહેતાં કરણ ઉર્ફે ભૂરા પરમારને પકડ્યો હતો. આ ઉપરાંત પ્રદીપ લક્ષ્મણભાઈ સોલંકી, સહયોગ પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.