અમદાવાદમાં ખાનગી શાળાઓની ખુલ્લી મનમાની, વાલીઓને પૂરી ફી ભરવા ધમકી

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

રાજ્યમાં કોરોના મહામારીને કારણે છેલ્લાં ચારેક મહિનાથી સ્કૂલો હજી બંધ હાલતમાં જ છે. ત્યારે હાલમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહૃાું છે. પરંતુ કોરોનામાં માત્ર ઓનલાઇન શિક્ષણ જ શરૂ હોવા છતાં કેટલીક ખાનગી સ્કૂલો સરકારના ફી માફીના નિર્ણય વિરૂદ્ધ જઇને પોતાની મનમાની ચલાવી રહી છે. અમદાવાદમાં પંચામૃત, શિવઆશિષ, નિરમા હાઇસ્કૂલ, એચ.બી કાપડિયા તેમજ રોઝરી સ્કૂલ જેવી કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓને પૂરી ફી ભરવા મામલે ઘમકી આપી રહી છે. જો મર્યાદિૃત સમયમાં ફી ભરશો તો જ ફીમાં રાહત અપાશે એવી ખુલ્લી ધમકી આપી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ કોરોનાનાં વિપરીત કાળમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલુ રાખેલું. વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ અને સમાજના વિશાળ હિતમાં ગત વર્ષ ૨૦૧૯-૨૦ મુજબની જ સ્કૂલ ફી લેવી અને વર્ષ ૨૦૨૦-૨૧ની શૈક્ષણિક ફીમાં ૨૫ ટકા જેવો અસહૃા ઘટાડો સ્વીકાર્યો હતો.

આ ફી ઘટાડાની સમજૂતીનો ઉદ્દેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની ઇ્ઈનાં વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર નામદાર હાઇકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતાં ખર્ચ મુજબ ચૂકવવાની થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે ૪૦,૦૦૦થી ૪૫,૦૦૦ જેટલો થાય છે, જેના બદૃલે સરકાર ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા જ વિદ્યાર્થી દીઠ ચૂકવે છે તેમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.