અમદાવાદમાં આપઘાતનો વિચાર કરતી યુવતીની વ્હારે આવી 181 હેલ્પલાઇન

181-Amd-Women Help-યુવતી
181-Amd-Women Help-યુવતી

Subscribe Saurashtra Kranti here.

યુવતીને તેના પતિ મારફતે બાળકીનો જન્મ થયો હતો જે હાલમાં ૬ મહિનાની છે.

મૂળ ઉત્તરપ્રદેશની અને અમદાવાદ નજીક આવેલા ચાંગોદર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી સાથે તેનાથી બે ગણી ઉંમરના વ્યક્તિએ અપરણિત હોવાનું કહી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતિને જાણ થઈ હતી કે તેના પતિના લગ્ન થઈ ચુક્યા છે અને પહેલી પત્નીથી તેના બે બાળકો પણ છે. જેની સાથે તેનો પતિ વાતચીત અને સંબંધો રાખે છે. યુવતિને તેના પતિ મારફતે બાળકીનો જન્મ થયો હતો જે હાલમાં ૬ મહિનાની છે.

યુવતિએ પતિને તેની પહેલી પત્ની સાથે ન બોલવા કહૃાું, તો માર માર્યો અને બાળકી સાથે ઘરમાં પુરી રાખતો હતો. યુવતીને તેની સાથે છેતરપીંડી કરી લગ્ન કરતાં અને શારીરિક માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો વિચાર કર્યો હતો પરંતુ મહિલા હેલ્પલાઇનની મદદ મળતાં હેલ્પલાઇનની ટીમે તેને સમજાવી અને પતિને પણ કાયદાકીય જાણ કરી પહેલી પત્ની સાથે હવે કોઈ સંબંધ ન રાખવા કહી સમાધાન કરાવ્યું હતું.

Read About Weather here

યુવતીએ જણાવ્યું કે, લગ્ન બાદ મને જાણ થઈ હતી કે, મારા પતિના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે અને બે બાળકો પણ છે. જેની સાથે હાલમાં સંબંધ રાખે છે. મને ઘરની બહાર જાવા દેતાં નથી. મારી દીકરી સાથે મને ઘરમાં પુરી રાખે છે. જો ઘરની બહાર જાઉં તો ખરાબ રીતે માર મારે છે. તેમની પહેલી પત્ની સાથે સંબંધ રાખવાની ના પાડવા છતાં ધમકી આપી હતી કે, હું તેની સાથે સંબંધ પણ રાખીશ, વાત પણ કરીશ તું શું કરી લઈશ? આ બધું સાંભળી યુવતીને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. પરંતુ તેણે અભયમ ૧૮૧ હેલ્પલાઇનની મદદ લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here