અમદાવાદ:જૂના વાહનની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટૂ-વ્હીલર માટે રૂ.335 વધારાના ચૂકવવા પડશે 

અમદાવાદ:જૂના વાહનની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટૂ-વ્હીલર માટે રૂ.335 વધારાના ચૂકવવા પડશે 
અમદાવાદ:જૂના વાહનની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટૂ-વ્હીલર માટે રૂ.335 વધારાના ચૂકવવા પડશે 
વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહનચાલકોના ખિસ્સામાં વધુ એક બોજ પડશે. કારણ કે હવે અમદાવાદમાં જૂના વ્હીકલની નંબર પ્લેટ માટે પણ ખિસ્સા ઢીલા કરવા પડશે.  જૂની કારની નંબર પ્લેટ  માટે રૂ.321 અને ટુ-વ્હીલર માટે રૂ.335 વધુ ચૂકવવા પડશે.

Visit Saurashtra Kranti Homepage here

કેમ કે  વાહન ડીલર જૂના ભાવે RTOનું કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. તે કામ માટે તૈયાર ન થતા નવો ભાવ વધારો અમલમાં મુકવાની નોબત આવી હતી. ખાસ વાત એ પણ છે કે અત્યાર સુધી આરટીઓ કચેરીમાં જૂના વાહનોની એચએસઆરપીમાંથી દૂર થયેલી બ્લેક ફિલ્મ ખાનગી કંપની વિનામૂલ્યે લગાવી આપતી હતી અને આ અંગે સરકારનો આદેશ પણ હતો. જોકે હવે વાહન ડીલરો એચએસઆરપીની કોઇ પણ કામગીરી વિનામૂલ્યે કરશે નહિ! આ અંગે લોકોએ નિયત કરેલી રકમનું ચુકવણું કરવું પડશે.

Read About Weather here

નવી કારની નંબર પ્લેટ  માટે રૂ.781 અને ટૂ-વ્હીલર માટે રૂ.495 ચૂકવવા પડશે
મહત્વનું છે કે અગાઉ કારની નંબર પ્લેટ  માટે રૂ.460 અને ટુ વ્હીલર માટે રૂ.160 વસુલવામાં આવતા હતા. પરંતુ હવે આ દિવસો ગયા છે અને હવેથી કાર માટે 781 રૂપિયા અને ટુ વ્હીલર માટે 495 રૂપિયા નક્કી કરાયા છે. એટલે આ પ્રમાણે ભાવ ચૂકવવા પડશે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા નવા વાહનોના એચએસઆરપી નંબર પ્લેટ સહિત જુના વાહનોની કામગીરી પણ વાહનોના ડીલરોને સોંપી દીધી હતી. પરંતુ હવે જુના ભાવમાં ડીલરોએ કામ કરવાની ના પાડતા તોતિંગ ભાવ વધારો કરાયો છે. જેને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિવાદના ભણકારા પણ વાગી રહ્યા છે. અત્યાર સુધીમાં એચએસઆરપીના ભાવમાં લગભગ બે વખત થોડો ઘણો વધારો કરાયો હતો. છતાં પણ ઘણો વિરોધ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here