અકસ્માત વળતર કેસમાં ટ્રીબ્યુનલ દ્વારા અપાતું વ્યાજ કરપાત્ર નથી: ગુજરાત હાઈકોર્ટ

અકસ્માત વળતર કેસમાં ટ્રીબ્યુનલ દ્વારા અપાતું વ્યાજ કરપાત્ર નથી: ગુજરાત હાઈકોર્ટ
અકસ્માત વળતર કેસમાં ટ્રીબ્યુનલ દ્વારા અપાતું વ્યાજ કરપાત્ર નથી: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં દાખલ થયેલી દાવા અરજી અંગે ઓરીએન્ટલ વિમા કંપનીની રીડ અરજી પર હાઈકોર્ટનો હુકમ

અકસ્માત વળતરનાં દાવાનાં કેસમાં ક્લેઇન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલું વ્યાજ કરપાત્ર ગણાય નહીં એવું સ્પષ્ટ મંતવ્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં અકસ્માત વળતર દાવાની અરજી થઇ હતી. એ અંગે ઓરીએન્ટલ વિમા કંપનીએ હાઈકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. વિમા કંપનીએ 26 માર્ચ 2019નાં રોજ ટીડીએસની રકમ આવકવેરા ખાતામાં જમા કરી દીધી હતી. એ છતાં આવકવેરા વિભાગે મોડી રકમ જમા થયાનું કહી વ્યાજ માફ કરવા માટેની વિમા કંપનીની અરજી નકારી કાઢી હતી. વિમા કંપનીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, જાહેર હિત માટેનાં અનેક મહત્વનાં મુદ્દા ઉભા થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આવકવેરાની કલમ 194-એ માં થયેલો સુધારો ધ્યાનમાં લઈએ તો વળતર પર ચૂકવાયેલા ખરેખરા વ્યાજની રકમમાંથી જ ટીડીએસ કાપવાનું રહે છે. જો દાવેદારે ચુકવણા પહેલા પાનકાર્ડ રજુ કર્યું હોય તો 10 ટકા અને પાનકાર્ડ રજુ કર્યું ન હોય તો 20 ટકાનાં દરે કપાત હોય છે. પરંતુ વિમા કંપનીઓને ટ્રીબ્યુનલમાં જ રકમ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે.

Read About Weather here

આવકવેરા ખાતાએ એવી દલીલ કરી હતી કે, ટીડીએસ આવકવેરામાં જમા કરાવવાને બદલે સિટી સિવિલ કોર્ટમાં જમા કરાવવાનું વિમા કંપનીનું પગલું વ્યાજબી નથી. જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીશ નિશા ઠાકોરે ઠરાવ્યું હતું કે, મોટર એક્સીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મોટર વ્હીકલ્સ એક્ટ 1988 ની કલમ- 171 મુજબ અપાયેલું વ્યાજ આવકવેરા ધારા મુજબ કરપાત્ર ગણાય નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here