ખાદ્યતેલોનાં ભાવ કાબુમાં લેવા વેરા ઘટાડવાનું આયોજન

ખાદ્યતેલોનાં ભાવ કાબુમાં લેવા વેરા ઘટાડવાનું આયોજન
ખાદ્યતેલોનાં ભાવ કાબુમાં લેવા વેરા ઘટાડવાનું આયોજન

કૃષિ માળખાકીય અને વિકાસ સેસ પાંચ ટકાથી ઓછો કરવાની કેન્દ્રની વિચારણા

રશિયા-યુક્રેન યુધ્ધ અને ઇન્ડોનેશિયા દ્વારા પામઓઈલની નિકાસબંધીને કારણે ભારતમાં ખાદ્યતેલોનાં ભાવ ભડકે બળે છે

રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચાલુ રહેલા યુધ્ધ અને ઇન્ડોનેશિયા દ્વારા પામઓઈલની નિકાસબંધીનાં પગલાને કારણે ભારતમાં ખાદ્યતેલોની ભાવસપાટી ભડકે બળી રહી છે. આથી કેન્દ્ર સરકારે ખાદ્યતેલોનાં ભાવ કાબુમાં લેવા માટે ક્રુડ પામઓઈલની આયાત પરની સેસ 5 ટકાથી ઘટાડવાનું આયોજન વિચાર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકારનાં સુત્રોએ જણાવ્યા મુજબ ભાવો આસમાને પહોંચી રહ્યા હોવાથી આયાત વેરામાં ઘટાડો કરવાનું વિચારાયું છે. નવો વેરા દર હજુ વિચારાયો ન હોવાથી સતાવાર જાહેરાત થઇ નથી. કેટલીક ચોક્કસ ચીજોની આયાત પર મૂળ વેરા ઉપરાંત સેસ પણ લાગુ કરવામાં આવે છે. જો કે ક્રુડ પામઓઈલની આયાત પર અત્યારે મૂળ વેરો લેવાતો નથી અને હવે સેસ પણ ઘટાડવામાં આવનાર છે.

ભારત વિશ્ર્વનો સૌથી વધુ ખાદ્યતેલ આયાતકાર દેશ છે. કુલ જરૂરિયાતની 60 ટકા જેતલ પ્રમાણમાં ખાદ્યતેલની આયાત કરવી પડે છે.

Read About Weather here

છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલનાં ભાવો આસમાને પહોંચી રહ્યા છે. સોયાબીન ઓઈલ, સનફ્લાવર ઓઈલની સાથે- સાથે સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવો પણ ભડકે બળવા લાગ્યા છે. એટલે સરકાર હવે વેરા ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here