અંજારમાં : રાજકોટના યુવકનો ફેસબુક પર સંપર્ક થયા બાદ બે શખ્સોએ ત્રણ લાખને બદલે કાગળનો બંડલ આપી દીધો

અંજારમાં : રાજકોટના યુવકનો ફેસબુક પર સંપર્ક થયા બાદ બે શખ્સોએ ત્રણ લાખને બદલે કાગળનો બંડલ આપી દીધો
અંજારમાં : રાજકોટના યુવકનો ફેસબુક પર સંપર્ક થયા બાદ બે શખ્સોએ ત્રણ લાખને બદલે કાગળનો બંડલ આપી દીધો
રાજકોટમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે કેફે ચલાવતા ભરત લખુભાઈ મેરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી એકાદ મહિના પહેલા ફરિયાદીએ facebook ઉપર ભાવેશ પટેલના નામની આઇડી પર એક એડ ખોલતા તેમાં એક લાખના ત્રણ લાખ થઈ જશે તેમ લખેલ હતું ફરિયાદીને પૈસાની જરૂર હોય લાલચ જાગતા facebook પર સંપર્ક કરેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ ફરિયાદીએ પોતાનો whatsapp નંબર શેર કર્યો ત્યારબાદ ફરિયાદીને તારીખ 22/ 7 /2023 ના રોજ whatsapp વોઈસ કોલ આવેલ અને એક લાખના ત્રણ લાખ થવાનું કહી ત્રણ લાખની નોટોનો એક વિડીયો મોકલવામાં આવેલ, ફરિયાદીના મનમાં લાલચ જાગતા ફરિયાદીને ડીલ કરવા પ્રથમ ગાંધીધામ આવવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ ફરિયાદીએ પોતાના મિત્ર પાસેથી પૈસા ઉધાર લઈ ₹1,00,000 ની વ્યવસ્થા કરીતારીખ 10/8/2023 ના રોજ વોઈસ કોલ કરી, ડીલ કરવાની હા પાડી લાખ રૂપિયા લઈને આવવાનું કહ્યું ત્યારબાદ તારીખ 19/8/ 2023 ના રોજ ફરિયાદીને એક લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવવાનું કહેવામાં આવ્યું, ફરિયાદી અને તેના મિત્ર 1 લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવ્યા, દરમિયાન તેમને એક રાજેશ નામના શખ્સનો નંબર આપવામાં આવ્યો ફરિયાદી દ્વારા ફોન કરતા રાજેશ નામના શખ્સે ફરિયાદીને તારીખ 20/8/2023ના રોજ અંજારમાં બગીચા પાસે દેવળિયા નાકે બોલાવ્યા. ત્યારબાદ એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની શિફ્ટ ગાડીમાં બે શખ્સોએ આવીને ફરિયાદી અને તેમના મિત્રને ગાડીમાં લઈ જઈ નોટો ચેક કરવાનું કહ્યું ફરિયાદીએ અંજારની sbi બેન્કના એટીએમમાં બે નોટ ચેક કરતા રૂપિયા સાચા હતાજેથી ફરિયાદીએ ડીલ કરવાની હા પાડી.

Read About Weather here

ત્યારબાદ બંને શખ્સોએ બપોરના ડીલ કરશું કહેતા, ફરિયાદી 1 લાખ રૂપિયા લઇ અંજારની જેસલ તોરલ સમાધિ પાસે આવેલ પાર્કિંગમાં એક લાખ રૂપિયા આપેલ અને તેઓએ ફરિયાદીને પ્લાસ્ટિકના કવરમાં ત્રણ લાખ કહીને રૂપિયાનો બંડલ આપી તુરંત જ પોલીસની બીક બતાવી નાસી ગયેલ, ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા ચેક કરતા તે કાગળનું બંડલ નીકળેલ. ફરિયાદી દ્વારા ફોનકરવામાં આવતા તેઓ એક લાખ રૂપિયા પાછા આપવાનું કહી પરત ન આપતા ફરિયાદીએ ભાવેશ પટેલ અને રાજેશ સર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે ઇપીકો કલમ 420 તથા આઈ.ટી એક્ટ કલમ 66 (સી) (ડી) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here