૧ સપ્‍ટેમ્‍બરથી GST વસૂલાત વધારવા માટે મેરા બિલ મેરા અધિકાર યોજના જાહેર

૧ સપ્‍ટેમ્‍બરથી GST વસૂલાત વધારવા માટે મેરા બિલ મેરા અધિકાર યોજના જાહેર
૧ સપ્‍ટેમ્‍બરથી GST વસૂલાત વધારવા માટે મેરા બિલ મેરા અધિકાર યોજના જાહેર
ગુડ્‍સ અને સર્વિસ ટેકસ વિભાગ દ્વારા મેરા બીલ મેરા અધિકાર યોજના જાહેર કરવામાં આવે છે. આ યોજના વેપારીઓ પાસેથી ગ્રાહકો બીલ માગે તે હેતુથી રજૂ આગામી તા. ૧ લી સપ્‍ટેમ્‍બરથી અમલમાં મુકવામાં આવનાર છે. જીએસટીનું રજિસ્‍ટ્રેશન ધરાવતા કેટલાક વેપારીઓ હજી બીલ આપતા નથી તેથી સરકાર આવક ગુમાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારને આવક વધુ મળે તથા ગ્રાહકો જ વેપારીઓ પાસેથી બીલ માંગે તે માટે મેરા બીલ મેરા અધિકાર યોજના જીએસટીએ રજુ કરી છે. જેમાં રૂા.૨૦૦થી વધુની ખરીદીના બીલ મેરા બીલ મેરા અધિકાર મોબાઇલ એપ ઉપર અપલોડ કરી શકાશે. જે એપ આઇઓએસ અને એન્‍ડ્રોઇડ પ્‍લેટફોર્મમાં ઉપલબ્‍ધ રહેશે.સીબીઆઇસી દ્વારા પાઇલોટ પ્રોજેકટ ગુજરાત, આસામ, હરિયાણા, પોંડેચેરી, દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં પ્રાયોગિક રૂપે શરૂ કરવામાં આવશે. ભવષ્‍યિમાં આ બીલોનો ડ્રો કરવામાં આવશે જેમાં વિજેતા રૂા. ૧ કરોડ, રૂા. ૧૦ લાખ અને રૂા. ૧૦ હજારના ઇનામો આપવામાં આવશે.સરકાર દ્વારા ગ્રાહકો જ વેપારીઓ પાસેથી બીલ માગે તો જીએસટીની વસુલાત ગણનાપાત્ર રીતે વધી શકે તેવા અહેવાલ છે. જેના આધારે આ પાઇલોટ પ્રોજેકટ પસંદગીના રાજયોમાં અમલમાં મુકવામાં આવનાર છે. ગ્રાહકો જ વેપારીઓ પાસેથી બીલ માગે તે અને વેપારી તેનો ઇન્‍કાર ન કરી શકે તે હેતુથી આ યોજના રજુ કરવામાં આવી રહી હોવાનું મનાય છે.યોજનાની વિગતવાર જાહેરાત ટુંક સમયમાં કરાશે

આ યોજનામાં ગ્રાહકો કેવી રીતે ભાગ લઇ શકે તે અંગે વિગતવાર જાહેરાત ટૂંક સયમાં જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવશે. એમ મનાઇ છે કે દર મહિને ૫૦૦ કોમ્‍પ્‍યુરાઇઝડ લકી ડ્રો. ૩ મહિને ૨ લકી ડ્રો થશે. જેમાં રૂા. ૧ કરોડનું ઇનામ હશે.રૂા. ૫ કરોડનું ટર્ન ઓવર હોય તો ફરજિયાત ઇલેકટ્રોનીક્‍સ ઇનવોઇસજીએસટી વિભાગ દ્વારા વાર્ષિક રૂા. ૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ માટે ફરજિયાત ઇલેકટ્રોનીક્‍સ ઇનવોઇસનો અમલ થઇ રહ્યો છે જે બીટુબીમાં અમલી બનાવવામાં આવ્‍યું છે. વાર્ષિક રૂા. ૫ કરોડના ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ ફરજિયાત ઇલેકટ્રોનીક્‍સ ઇનવોઇસ હેઠળ આવરી લેવાયા હોવાથી સરકારની જીએસટીની આવક આગામી સમયમાં વધશે તેવો અંદાજ છે.

Read About Weather here

દેશમાં હજી ઘણા વેપારમાં રોકડ વ્‍યવહારો થઇ રહ્યા હોવાનું અનુમાનદેશમાં હજી ઘણા વેપારમાં રોકડ વ્‍યવહારો ચાલી રહ્યા છે. તેની ઉપર બ્રેક મારવા માટે આ યોજના પ્રાયોગિક ધોરણે મર્યાદિત રાજયોમાં અમલમાં મુકવામાં આવશે. જેનો અભ્‍યાસ કરીને આગામી સમયમાં સમગ્ર દેશમાં અમલ કરવામાં આવી શકે છે તેમ પણ નિષ્‍ણાંતો માને છે. ગ્રાહકોને લકી ડ્રોમાં ઇનામ હોવાથી વેપારીઓની પાસેથી બીલ માગશે આ બીલમાં વેપારીનો જીએસટી નંબર, કેટલાક રૂપિયાની ખરીદી અને તેની ઉપર કેટલો જીએસટી છે તેનો ઉલ્લેખ જરૂરી છે.આગામી દિવાળીના તહેવારો પૂર્વે જ આ યોજના રજુ કરવામાં આવી છે. તહેવારોમાં ખરીદી વધતી હોય છે. ત્‍યારે ઘણા વેપારીઓ બીલ આપતા હોતા નથી. આવા વેપાર દ્વારા સરકારની આવક વધે તે માટે ૧ લી સપ્‍ટેમ્‍બરથી યોજના રજુ થઇ છે. ગુજરાતની જુલાઇ માસની જીએસટી વસુલવા રૂા. ૯૭૮૭ કરોડની જોવા મળી હતી. જ્‍યારે સમગ્ર દેશમાં જુલાઇ માસમાં જીએસટી વસુલાત રૂા. ૧.૬૫ લાખ કરોડ રહી હતી. મેરા બીલ મેરા અધિકાર યોજના હેઠળ સરકારની જીએસટીની વસુલાત ગણનાપાત્ર વધે તેવા અંદાજ મુકવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here