૧૩મીએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવા પ્રમુખની વરણી માટે આજે સામાન્ય સભા 

૧૩મીએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવા પ્રમુખની વરણી માટે આજે સામાન્ય સભા 
૧૩મીએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવા પ્રમુખની વરણી માટે આજે સામાન્ય સભા 
ગાંધીનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ અને પદ્દાધિકારીઓની ઉપસ્થિતિમાં તારીખ ૪ સપ્ટેમ્બરે છેલ્લી સામાન્ય સભા યોજવાની છે. બીજી બાજુ સરકાર દ્વારા નોટીફિકેશન બહાર પાડી દેવામાં આવતાં તારીખ ૧૩મી સપ્ટેમ્બરે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતના પણ નવા પ્રમુખની વરણી કરવા માટે ખાસ સભાનું આયોજન કરાયું હોવાથી પ્રમુખ પદ્દ મેળવવા માટે અંતિમ તબક્કાનું લોબિંગ શરૃ થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ત્રણ તાલુકાની પંચાયતના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સ્થિતિમાં સ્થાનિક રાજકારણમાં જાણે ચૂંટણીના જેવી ગતિવિધિનો માહોલ ઉભો થયો છે. છેલ્લા એક મહિનાથી જિલ્લા અને તાલુકા પંચાયતમાં મહત્વનું પદ્દ મેળવવા માટે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો અને ચિમકીઓનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પ્રમુખની વરણી કરવા સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર નોટીફિકેશન જાહેર કરીને તારીખ ૧૩મીએ આ સંબંધિ પ્રક્રિયા પુરી કરવાનું જણાવી દેવામાં આવતાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની ગઇ છે. જુથવાદ પણ ચરમસીમાએ પહોંચતો જોવાઇ રહ્યો છે. હું નહીં તો પેલો પણ નહીંની સ્થિતિ પણ આવી છે. દરમિયાન તારીખ ૪થીએ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ દિલીપભઆઇ પટેલની અધ્યક્ષતાની છેલ્લી સામાન્ય સભા મળવાની છે.

Read About Weather here

સરકારના નોટીફિકેશનના પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ માટેની ખાસ સભા તારીખ ૧૩મીએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. જ્યારે તેના પહેલા તારીખ ૧૨મીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને તે દિવસે જ તેની ચકાસણી કરીને માન્ય કે અમાન્યની જાહેરાત પણ કરી દેવામાં આવશે. દરમિયાન દહેગામ તાલુકા પંચાયતમાં ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડયુટી, માણસા તાલુકામાં સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અને કલોલ તાલુકામાં પણ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં ખાસ સભાનું આયોજન કરીને નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here