હોટલમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને અમદાવાદમાં રહેતા શખ્સ દ્વારા રોકાણનો ભાંડાફોડ

હોટલમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને અમદાવાદમાં રહેતા શખ્સ દ્વારા રોકાણનો ભાંડાફોડ
હોટલમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને અમદાવાદમાં રહેતા શખ્સ દ્વારા રોકાણનો ભાંડાફોડ
રાજકોટમાંથી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ પશ્ચિમ બંગાળના શખ્સ ઝડપાયા બાદ મોરબી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન મોરબીના જેલ રોડ ઉપર આવેલ હોટલ તથા સનાળા રોડ ઉપર આવેલ હોટલમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને હાલમાં અમદાવાદમાં રહેતા શખ્સ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે તથા તેને આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર શખ્સની સામે પણ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના સરધાર ગામના અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (25) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો.ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે હાલમાં રૂમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ 212, 419, 465, 467, 468, 471, 120 બી, 34 મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here