હૃદય રોગને લગતી બીમારી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નો-એન્ટ્રી

હૃદય રોગને લગતી બીમારી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નો-એન્ટ્રી
હૃદય રોગને લગતી બીમારી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નો-એન્ટ્રી
સમગ્ર રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક બાદ એક યુવાનોનાં મોતની ઘટનાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

હૃદય રોગને લગતી જે કોઈ વ્યકતિને બીમારી હોય તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રવેશ આપવામાં નહિ આવે.કોરોના બાદ રાજ્યભરમાં હૃદય રોગને લગતા બનાવો વધી ગયા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્વીમીંગ પુલ ખાતે એક યુવતીને અચાનક હૃદયને લગતી બીમારી થતા ત્યાં જ તેઓ ઢળી પડ્યા હતા. જો કે તાત્કાલિક સીઆરપી આપતા સદનસીબે તેઓ બચી ગયા હતા.આવા અવારનવાર બનાવથી સૌરાષ્ટ્ર યુનિવર્સટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.સમગ્ર બાબતે યુનિવર્સીટીના રજીસ્ટારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમત ગમતની ટ્રેનિંગ માટે આવનાર વ્યક્તિને જો હૃદયને લગતી બીમારી હોય તો તેવી વ્યકતિને ટ્રેનિંગ લેવી નહિ અથવા તો ડોક્ટરનું સર્ટિફિકેટ જે તે રમતગમતના કોચને રજુ કરવું.

દિવાળીના તહેવાર ટાણે જ લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા, વડોદરા ભાવનગર, રાજકોટ, લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા અને વડોદરામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુના 15થી વધુ બનાવ બન્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે વધતા હાર્ટ એટેકના બનાવો ખુબ જ ચિંતા જનક સાબિત થઈ રહ્યાં છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.

Read National News : Click Here

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. ખાસ કરીને યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે. વિગતો મુજબ હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે,સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે. નોંધનિય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ આ મોટો નિર્ણય લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here