હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં અકસ્માત : કાર ખાબકતા 7 પોલીસકર્મીઓના મોત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં અકસ્માત : કાર ખાબકતા 7 પોલીસકર્મીઓના મોત
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં અકસ્માત : કાર ખાબકતા 7 પોલીસકર્મીઓના મોત
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં 11 ઓગસ્ટના રોજ એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં પોલીસકર્મીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 7 પોલીસકર્મીઓના મોત થયા હતા. વિગતો મુજબ જ્યારે તેમની કાર તીસા બૈરાગઢ રોડ પર તરવાઈ પુલ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેબિનેટ મંત્રી મુકેશ અગ્નિહોત્રીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘ચંબાના જિલ્લાના ટીસામાં પોલીસ ટીમના વાહન અકસ્માતમાં 7 પોલીસ કર્મચારીઓના દુઃખદ મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યારે 5 ઘાયલ થયાના અહેવાલ છે. ભગવાનના ચરણોમાં દિવંગત આત્માઓને સ્થાન આપે.આ તરફ શિમલા બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય હંસરાજે કહ્યું કે, ચમ્બામાં આજે સવારે ખૂબ જ દર્દનાક અકસ્માત થયો. બીજેપીના મતે સરકાર અને PWDના XENની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. અમે સરકારને સતત આજીજી કરીને આ રસ્તો બંધ કરાવ્યો હતો, પરંતુ સરકારે આ રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો. આ અંગેની માહિતી અમે પહેલા પણ સરકારને આપી હતી પરંતુ સરકાર મૌન રહી હતી. પહાડ સતત પડી રહ્યો હતો, જનતા જોઈ રહી હતી, પરંતુ સરકારે કોઈ પગલાં લીધાં નહોતા.

Read About Weather here

ભાજપની માંગ છે કે, PWDમાં કામ કરતા જોગીન્દર શર્મા વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ થવી જોઈએ. તેમની બેદરકારીના કારણે આજે ચંબામાં આટલો મોટો અકસ્માત થયો છે. અમે સોશિયલ મીડિયા અને લેખિત માધ્યમ દ્વારા સરકારને આ અંગે સતત જાણ કરી હતી. પરંતુ સરકારે આ અકસ્માતને રોકવા માટે કોઈ પગલાં લીધાં નથી.સમગ્ર રાજ્યમાં સરકારની બેદરકારી સતત દેખાઈ રહી છે. જો આ પ્રકારની બેદરકારીને રોકવામાં નહીં આવે તો હિમાચલના લોકો હંમેશા જોખમમાં રહેશે. આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના થવી જોઈએ. સરકારે જનતાની સામે પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here