હાઇવેને સિક્સલેન બનાવવાની કામગીરીને લઇ મૂળ ડિઝાઇનમાં રાતોરાત ફેરફાર કરતાં રોષ

હાઇવેને સિક્સલેન બનાવવાની કામગીરીને લઇ મૂળ ડિઝાઇનમાં રાતોરાત ફેરફાર કરતાં રોષ
હાઇવેને સિક્સલેન બનાવવાની કામગીરીને લઇ મૂળ ડિઝાઇનમાં રાતોરાત ફેરફાર કરતાં રોષ
પ્રાંતિજમાંથી પસાર થઈ રહેલ નેશનલ હાઈવે નંબર 8 ને સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે અને મૂળ ડિઝાઇનમાં બતાવેલ ઓવર બ્રિજ રાતોરાત અન્યત્ર ખસેડી લેવાતા માર્કંડેશ્વર મહાદેવ મંદિર, પ્રાચીન મુગટરામ મહારાજ (રામદ્વારા) મંદિર ભૈરવનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળો અને અંતિમધામ તથા કબ્રસ્તાન તરફ જવાનો રસ્તો બંધ થતાં પ્રાંતિજના નગરજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. નીતિન ગડકરી અને નેશનલ હાઈવે ઓથોરિટીએ રજૂઆતોને ન ગણકારતા પ્રાંતિજના રહીશ દ્વારા પ્રધાનમંત્રીને ભૂતકાળમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરની લીધેલ મુલાકાતને યાદ કરાવી ઘટતું કરવા માંગ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાંતિજ નાની ભાગોળમાં રહેતા અને પ્રકાશ મહારાજ તરીકે ઓળખાતા પરેશકુમાર પ્રવિણચંદ્ર જોશીએ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે કે પ્રાંતિજમાં હાલમાં નેશનલ હાઇવે વિસ્તૃતિકરણની કામગીરી ચાલી રહી છે જે પ્રાંતિજના નગરજનો માટે હાલાકીનું કારણ બની રહી છે. આ કામગીરીથી સતયુગ વખતના માર્કંડેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મુગટરામ મહારાજ (રામદ્વારા) મંદિર ભૈરવનાથ મંદિર દશામાનું મંદિર સરકારી દવાખાનું અંતિમધામ કબ્રસ્તાન ખેતરોમાં જવાનો જૂનો રસ્તો બંધ થઈ ગયો છે. સાત વર્ષ પહેલાં નેશનલ હાઈવેની ડિઝાઇનમાં ઓવરબ્રિજ મૂકાયો હતો.

Read About Weather here

પરંતુ રાતોરાત તેમાં ફેરફાર કરી અન્યત્ર ખસેડી દેવાયો છે. જેને કારણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મપ્રેમી જનતાને મંદિરમાં જવામાં, જયાપાર્વતીનું વ્રત કરનાર કુમારીકાઓને મંદિર જવામાં, આઈ.ટી.આઈ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, અંતિમધામમાં નનામી લઈ જતા અને કબ્રસ્તાનમાં જનાજો લઈ જતા લોકોને એક કિલોમીટરનું ચકકર કાપીને જવું પડે છે હાલમાં કમાલપુર થી પ્રાંતિજ હાઇવે નું કામ ચાલુ છે ત્યારે નગરજનોની હાલાકી દૂર કરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here