હવામાન વિભાગ અનુસાર રાજયમાં છુટાછવાયા સિવાય સાર્વત્રિક ભારે વરસાદની કોઈ શકયતા નથી : વરસાદ વિરામની સ્થિતિમાં

ગુજરાતમાં વરસાદનું જોર આજથી ધીમુ પડયુ છે અને હવે એકાદ સપ્તાહ સુધી ભારે વરસાદની ખાસ શકયતા ન હોવાનું જણાવાયુ છે. હવામાનખાતાના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 128 તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ સવા આઠ ઈંચ, બોડેલીમાં 8 ઈંચ, છોટા ઉદેપુર તથા સંખેડામાં 4-4 ઈંચ હતો. અમુક ભાગોને બાદ કરતા છુટોછવાયો હળવો-મધ્યમ વરસાદ હતો. આ સાથે રાજયમાં સીઝનનો 76.62 ટકા વરસાદ થઈ ગયો છે.

Read About Weather here

હવામાન ખાતાના સૂત્રોએ કહ્યું કે, રાજયમાં છુટાછવાયા સિવાય સાર્વત્રિક ભારે વરસાદની કોઈ શકયતા નથી. આગામી એક સપ્તાહ વરસાદમાંથી રાહત મળશે. આજે સવારથી પણ રાજયમાં મેઘવિરામની જ પરીસ્થિતિ બની રહી હતી. એકમાત્ર સુરતના પલસાણામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડયો હતો. અન્ય 27 તાલુકામાં ઝરમર ઝાપટા વરસ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here