હત્યાના ગુનામાં આજીવન સજા પામનાર ગોવિંદ પેરોલ જમ્પ કરી દોઢ વર્ષ ફરાર રહ્યા બાદ એલસીબીના હાથે ઝડપાયો

હત્યાના ગુનામાં આજીવન સજા પામનાર ગોવિંદ પેરોલ જમ્પ કરી દોઢ વર્ષ ફરાર રહ્યા બાદ એલસીબીના હાથે ઝડપાયો
હત્યાના ગુનામાં આજીવન સજા પામનાર ગોવિંદ પેરોલ જમ્પ કરી દોઢ વર્ષ ફરાર રહ્યા બાદ એલસીબીના હાથે ઝડપાયો

રાજકોટ જેલ જેલમાંરાજકોટ સજા કાપી રહ્યો હતો અને 10 દિવસની પેરોલ રજા લઈ ફરાર થઇ ગયો’તો 

અમરેલી જિલ્લાના ચલાલા પોલીસમાં 25 વર્ષ પહેલા હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવાન કેદની સજા ભોગવતો આરોપી ગોવિંદ હરિ સોલંકી (રહે. જેતપુર અમરનગર રોડ ફીલ્ટર પ્લાન્ટ સામે મુળ રહે. ફાફણી ગામ તા.કોડીનાર, જિ. ગીર સોમનાથ) છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. તે કેદીને રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ, ફર્લો ફરાર આરોપીઓને પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરી સુચના આપી હતી. જે અનુસંધાને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ. અનિલભાઈ બળકોદીયા, બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, અબ્દુલભાઈ શેખ વગેરે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, રાજકોટ જેલમાંથી 10 દિવસની પેરોલ રજા લઈ બહાર નીકળેલ પાકા કામનો કેદી ગોવિંદ પેરોલ જમ્પ કરી દોઢ વર્ષથી ફરાર છે તે જેતપુર સિટી વિસ્તારમાં છે. હકીકતના આધારે આરોપીને જેતપુરમાંથી પકડી પોલીસ મથકને સોંપી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.