સ્વ.વિજયભાઈ સોરઠીયાની બીજી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે વાવડી ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન

સ્વ.વિજયભાઈ સોરઠીયાની બીજી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે વાવડી ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન
સ્વ.વિજયભાઈ સોરઠીયાની બીજી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે વાવડી ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય બ્લડ મળી રહે તેવા શુભ આશયથી,સ્વ. વિજયભાઈ ચનાભાઈ સોરઠીયા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી તા.8/8 મંગળવાર, સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી રાજ કુલીગ સિસ્ટમ પ્રા.લિ, સર્વે નંબર 31, પ્લોટ નંબર 58, રાજ ચોક, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.  

Visit Saurashtra Kranti Homepage here

સ્વ.શ્રી. વિજયભાઈ ચનાભાઈ સોરઠીયા જેઓ 45 વર્ષના સ્પોર્ટસમેન, નિયમિત સાયકલ સવાર હતા, સેવાકીય વૃતિ તેમ જ દરેકને મદદ કરવાનો સ્વભાવ ધરાવતા, સમાજમાં યુવા વર્ગના પ્રેરણાદાયક અને માર્ગદર્શક હતા, વિશાળ મિત્ર વર્તુળ તેમજ ખૂબ જ લોક ચાહકના ધરાવતા હતા, સરળ સવભાવના, સાહસિક યુવાન ઉદ્યોગપતિ કે જેઓ રાજકુલરના માલિક હતા કે જેઓ અમને ઘણા વર્ષ થયા ઉનાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓ માટેના બ્લડ ડોનેશન કેમ્પ માં ગમે તેટલા કુલર, ગમે તેટલા દિવસ માટે વિના મૂલ્ય આપતા. આ કેમ્પમાં રાજ ગ્રુપ પરિવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ, ના વિનય જસાણી,ડો. પ્રતિક અમલાણી તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના એમડી પેથોલોજી ડોક્ટર ટીમ આનંદ સેવા આપશે સૌરાષ્ટ્ર ક્રાંતિ કાર્યાલયની મુલાકાતે આવેલા રાજ કુલીગ સિસ્ટમ પ્રા.લિ ના કલ્પેશભાઈ રામોલિયા, હર્ષભાઈ સોરઠીયા, આકાશભાઈ સોરઠીયા, સંદીપભાઈ સાંકડેચા, તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના વિનય જસાણી, સ્વ.વિજયભાઈ સોરઠીયાની બીજી પૂણ્યતિથી નિમિત્તે યોજનાર મહારક્તદાન કેમ્પ વિશે માહિતી આપી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here