સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર તથા ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. ૧૫ મી ઓગસ્ટ – રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરને ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ છે. સમગ્ર પરિસર ત્રિરંગાના રંગોથી રંગાઈ ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય વહીવટી બીલ્ડીંગ, સ્વામી વિવેકાનંદજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યસ્થાપક કુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા, સરસ્વતી માતાજીનું મંદિર, બન્ને પ્રવેશદ્વાર, વૃક્ષો તથા લાઈટના થાંભલાઓને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે કરવામાં આવેલ ત્રીરંગા લાઈટીંગ નિહાળવા સંખ્યામાં વિધાર્થીઓ તથા શહેરીજાનો ઉમટી પડ્યા હતા.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here