સૌરાષ્ટ્રના 10 સહિત રાજયની ર6 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી

સૌરાષ્ટ્રના 10 સહિત રાજયની ર6 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી
સૌરાષ્ટ્રના 10 સહિત રાજયની ર6 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી
રાજય સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના 10 સહિત રાજયની ર6 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય નગરપાલિકાના ચીફ ઓફીસરોની પણ બદલી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેવગઢ બારિયાના ચીફ ઓફીસર ગૌરાંગભાઇ પટેલને પોરબંદર પાલિકામાં મુકાયા છે. ઉમરેઠ પાલિકાના ચીફ ઓફીસર મિલાપભાઇ પટેલને કાલોલ પાલિકામાં, પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર સંદિપભાઇ પટેલને કડી પાલિકામાં, હળવદ પાલિકાના ચીફ ઓફીસર નીલમબેન ઘેટીયાને ઉપલેટા પાલિકામાં, આમોદ પાલિકાના ચીફ ઓફીસર પ્રાચીબેન દેસાઇને ગણદેવી નગરપાલિકામાં, થાનગઢ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પટેલને માંડવી (કચ્છ) પાલિકામાંકાલાવડ પાલિકાના ચીફ ઓફીસરને ભાવનાબેન ગોસ્વામીને ચલાલ પાલિકામાં હિંમતનગર પાલિકાના ચીફ ઓફીસર અલ્પેશભાઇ પટેલને વિજાપુર પાલિકામાં,  બોરસદ નગરપાલિકાના ચીફ ઓફીસર યોગેશભાઇ ગણાત્રાને બરવાળા પાલિકામાં સિકકા નગર પાલિકાના ચીફ ઓફીસર હરિશભાઇ અગ્રવાલને ભરુચ પાલિકામાં,  જામરાવલ નગરપાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણાના ચીફ ઓફીસર બ્રજરાજસિંહ વાળાને ધંધુકા પાલિકામાં મુકવામાં આવ્યા છે.

Read About Weather here

આ ઉપરાંત ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસર અતુલ ચંદ્ર સિંહાને ઉમરગામ પાલિકામાં, રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફીસર વૈશાલીબેન નિનામાને હિંમતનગર પાલિકામાં, ઇડર નગર પાલીકાના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીને વડનગર પાલિકામાં માંગરોળ નગર પાલીકાના ચીફ ઓફીસર દેવીબેન ચાવડાને વંથલી પાલિકામાં વડનગર નગરપાલિકાના ચીફ ઓફીસર જીજ્ઞેશભાઇ બારોટને સુરેન્દ્રનગર પાલિકામાં, પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફીસર નીતીનભાઇ બોડાતને પાટણ પાલિકામાં, કડી નગરપાલિકાના ચીફ ઓફીસર કલ્પેશભાઇ ભટ્ટને રાધનપુર પાલિકામાં, ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફીસર નરેશભાઇ મુનીયાને લુણાવડા પાલિકા, લીંબડી નગરપાલિકાના ચીફ ઓફીસર તુષારભાઇ ઝાલરીયાની હળવદ પાલીકામાં ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફીસર દિગ્વીજય પ્રજાપતિની ખેરાલુ પાલિકામાં ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફીસર ભાવિનભાઇ કંધાણીની નખત્રાણા પાલિકામાં સુરેન્દ્રનગર નગર પાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયાની લીંબડી પાલિકામાં જયારે ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફીસર ઉમા રામીણાની ઉમરેઠ પાલિકાના ચીફ ઓફીસર તરીેકે બદલી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here