સુરેન્દ્રનગર : વઢવાણ પાસે આઇશર અને કારનાં અકસ્માતમાં ચારના મોત

સુરેન્દ્રનગર : વઢવાણ પાસે આઇશર અને કારનાં અકસ્માતમાં ચારના મોત
સુરેન્દ્રનગર : વઢવાણ પાસે આઇશર અને કારનાં અકસ્માતમાં ચારના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ખાસ કરીને વઢવાણ લખતર હાઇવે ઉપર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે અને ખાસ કરીને વઢવાણ લખતર અમદાવાદ હાઈવે અકસ્માતને લઈ અને જાણે એપિક સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે સુરેન્દ્રનગરના લખતર નજીક ઝમર ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ ગમખવાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.સુરેન્દ્રનગરના ઝમર ગામ નજીક સેન્ટ્રો કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નીપજ્યા ત્યારે આ મામલે લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. મળતી માહિતી મુજબ બહારથી ખેત મજૂરી કરવા આવેલો પરિવાર લખતર થી માતાજીની માનતા પૂરી કરવા માટે પલાસા જઈ રહ્યો હતો લોલડીયા પરિવાર માતાજીની બાધા પૂરી કરવા જાતા હોય તો તે દરમિયાન ઝમર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને લઈ એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે જેમાં ગીતાબેન તેમજ નરસિંહભાઈ તેમજ શ્રદ્ધા નામની પુત્રીનું મોત નિપજ્યું છે.આ ઉપરાંત જેના ખેતરમાં કામ કરતા હતા તે ખેતર માલિક મૌલિકભાઈ રબારી પોતાની ગાડી લઈ અને તમામ લોકોને લઈ જઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે તેમનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું છે આ ઘટનાને લઇ અને સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો છે વહેલી સવારની આ ઘટના છે શોકનું મોજુ સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં આ ઘટનાને લઇ અને ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે આ મુદ્દે તમામ મૃતદેહો ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે એક ઇજાગ્રતને લખતર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે અને તમામના મૃતદેહોને પણ 108 ની મારફતે પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ હાઇવે પણ પ્રભાવિત બન્યો હોય તેવા દ્રશ્યો લખતર હાઇવે ઉપર જાય છે જોકે લખતર પોલીસ તાત્કાલિક દોડી જઈ અને આ મામલે હાઈવે ખુલ્લો થાય તેવા પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે.

Read National News : Click Here

વઢવાણ અમદાવાદ હાઇવે અકસ્માતનું એપીક સેન્ટર બન્યો છે ત્યારે વઢવાણ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં છ લોકોના મોત નીપજ્યા હોય તેવા પ્રકારના બનાવો બન્યા છે ખાસ કરીને લખતરું કડમ જેવા ગામો નજીક અકસ્માતો સર્જાયેલા છે તેમાં લોકોના મોત નીપજવા પામ્યા છે આ ઘટનાને લઇ અને જાણે વઢવાણ અમદાવાદ હાઈવે અકસ્માતનું એપિક સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે વારંવાર આ હાઈવે ઉપર નાના મોટા તો અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ હવે તો આવા જીવ લેણ અકસ્માત પણ આ હાઈવે ઉપર નિર્માણ થઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બહારથી આવી અને ખેત મજૂરી તરીકે કામ કરતા લોલડિયા પરિવારમાં આ અકસ્માતને લઈ શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે આ અકસ્માતમાં પરિવારમાં પિતા માતા અને પુત્રીનું મોત નીપજવા પામ્યું છે ઘટનાને લઇ અને સમગ્ર જે પરિવાર છે તે લખતર ખાતે આવી પહોંચ્યો છે અને આ મામલે સરકારી હોસ્પિટલમાં પણ કલ્પાત સર્જાયો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે ખાસ કરીને લોલડીયા પરિવારના એક જ કુટુંબ એટલે કે એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજવા પામ્યા છે આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here